તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિટકોઈન ટોચથી 4000 ડોલર તૂટી 6000 ડોલર સપાટી નજીક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્ટોક માર્કેટ અને કોમોડિટી માર્કેટ કોરોના વાયરસ અને આર્થિક મંદીના ભરડામાં આવ્યુ છે. જ્યારે બીજી બાજુ ક્રિપ્ટો કરન્સી માર્કેટને કોરિયા અને ચીન દ્રારા વેગ આપવામાં આવેલી પ્લસટોકન પોન્ઝી સ્કીમ દ્રારા મોટાપાયે બિટકોઈનની વેચવાલી થતાં લોકપ્રિય ટોપ કરન્સી બિટકોઈન બબલ એક દિવસમાં 23.27 ટકા તૂટી 6032.7 પોઈન્ટ આસપાસ પહોંચ્યો હતો. આ સાથે બિટકોઈન 10 માસના તળિયે પહોંચ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં બિટકોઈન 10,000 ડોલરની ટોચેથી 4000 ડોલર તૂટ્યો છે. કુલ 5197 ક્રિપ્ટો કરન્સીમાંથી 75 ટકા ક્રિપ્ટો કરન્સી 20થી 35 ટકા સુધી તૂટી છે. ગત સપ્તાહે ઓઈલ પ્રાઈસ વોર છેડાવાના સાથે ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં પણ કડાકો બોલાઈ રહ્યો હતો. ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનસ્વિચ.કોના ચીફ એક્ઝિક્યુટિવ આશિષ સિંઘલે કોઈનડેસ્કમાં જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક વર્ષથી પ્લસટોકન પોન્ઝી સ્કીમને ચીન અને કોરિયા દ્વારા પ્રોત્સાહન અપાઈ રહ્યુ હતુ. જેમાં રોકાણકારો પાસેથી આશરે 2 અબજ ડોલરના બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પડાવી લેવામાં આવ્યા હતા. ઓઈલ પ્રાઈસવોર છેડાયા બાદથી પ્લસટોકને 10 કરોડ ડોલરના બિટકોઈન માર્કેટમાં ઠાલવ્યા હતા. જેના લીધે બિટકોઈન તૂટી રહ્યો છે. કોઈનડેસ્ક અનુસાર, કોરોના વાયરસ, આર્થિક મંદી, ઓઈલ પ્રાઈસ વોર જેવી ઘટનાઓ સામે કેપિટલ માર્કેટ અને પરંપરાગત મૂડી બજારમાં મોટાપાયે વેચવાલીને પગલે કૌંભાંડીઓ દ્વારા બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટો કરન્સીના વેચાણો વધારવામાં આવ્યો છે.

ભારતની સુપ્રિમ કોર્ટે હાલમાં જ ક્રિપ્ટો કરન્સી પર આરબીઆઈના પ્રતિબંધને દૂર કરતો ચૂકાદો આપ્યો હતો. ચુકાદા બાદ ક્રિપ્ટો કરન્સીમાં 10થી 15 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફિસે કરચોરી માટે ક્રિપ્ટો કરન્સીમાં નાણા રોકતા રોકાણકારોને ચેતવ્યા હતા.

ક્રિપ્ટો માર્કેટમાં વોલેટિલિટીની ભરમાર

વિશ્લેષકો અનુસાર, ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં વોલેટિલિટીનુ પ્રમાણ વધુ જોવા મળે છે. જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. 2017માં 20,000 ડોલર બાદ પ્રથમ વખત ચાલુ કેલેન્ડર વર્ષમાં બિટકોઈન 10,000 ડોલરની સપાટી પર આવતાં રોકાણકારોને હાશકારો થયો હતો. પરંતુ બીજી જ ક્ષણે બિટકોઈન 6000 ડોલરે પહોંચ્યો છે. લાઈટકોઈનની લાઈટ 300 ટકાના ઉછાળા બાદ છ મહિનામાં જ 300થી વધુનો ઘટાડા સાથે 33 ડોલર આસપાસ ડીમ થઈ છે. વિશ્વના ધનવાન વ્યક્તિ વોરન બફેએ પણ હાલમાં જ એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યુ હતુ કે, વધુ પડતી વોલેટિલિટીને પગલે તેઓ ક્રિપ્ટો કરન્સી પર વિશ્વાસ કરતાં નથી.

ટોપ 5 ક્રિપ્ટો કરન્સીની સ્થિતિ એક નજરે

મોટાભાગની ક્રિપ્ટો કરન્સી 20થી 35 ટકા સુધી તૂટી

ક્રિપ્ટો ભાવ તફાવત

બિટકોઈન 6033 -23.27

ઈથેરિયમ 136 -31.29

એક્સઆરપી 0.16 -23.53

ટેધર 1 +0.16

બિટકોઈન કેશ 177 -33.17
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો