તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂજ મર્કન્ટાઇલ બેન્કનો નફો 294.55 લાખ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| ઘી ભૂજ મર્કેન્ટાઇલ કો. ઓપરેટિવ બેંક લિ.એ વર્ષ 2018-19ના વર્ષાન્ત માટે કુલ વ્યવસાય 177 કરોડથી વધી 241 કરોડ નોંધાવ્યો છે. ડિપોઝીટ 103 કરોડથી વધીને 131 કરોડ, તેમજ લોન 74 કરોડથી વધી 110 કરોડ થઇ છે. ચોખ્ખો નફો 294.55 લાખ થયો છે. બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબિઆએ જણાવ્યુંકે બેંકને સમગ્ર ભારતમાં પ્રથમ નંબરની સહકારી બેંકનો “બેંકો પુરસ્કાર” મળ્યો હતો. નેટ એનપીએ ઘણા વર્ષોથી સતત ઝીરો ટકા રહે છે, અને આ વર્ષ દરમ્યાન પણ કોઈપણ ખાતું એન.પી.એ થયેલ નથી. વ્યક્તિગત 6 કરોડ અને ગ્રુપમાં 15 કરોડ સુધીની લોન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...