તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાર્ગવી પાસે 160 સોનાના સિક્કા, 46 લાખની સંપત્તિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્ચર કેર કંપનીના ઓથા હેઠળ રૂ.260 કરોડના કૌભાંડમાં નેપાળ ભાગી ગયેલા નીરવ શાહની પત્ની ભાર્ગવી શાહની કોઇ સ્વતંત્ર આવક ધરાવતી ના હોવા છતાં તેની પાસે 160 સોનાના સિક્કા અને રૂ.46 લાખની સંપત્તિ ધરાવે છે.

આર્ચર કેર કંપનીના નીરવ શાહની પત્ની વિરુદ્ધ રૂ.7.82 કરોડની છેતરપિંડીના આક્ષેપો છે. તેની સામે વસ્ત્રાપુર પોલીસ મથકમાં 3 અલગ-અલગ ગુના નોંધાયા છે. જે ત્રણેય ગુનામાં તે સાબરમતી જેલમાં છે. આ ત્રણેય કેસમાં ભાર્ગવીએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી જિલ્લા ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એ.સી.જોષીએ જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે એવું અવલોકન કરેલુ કે, આ કૌભાંડમાં અસંખ્ય નિર્દોષ લોકોે કરોડો રૂપિયા ગુમાવ્યા છે. આ કેસની તપાસ ચાલુ છે. અને જો આ તબક્કે જામીન આપવામાં આવે તો કેસના દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડાં થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જે અરજીનો વિરોધ કરતા તપાસ અધિકારીએ સોગંદનામું રજૂ કર્યું હતું. અને પોતે કોઇ કમાતી ના હોવા છતાં તેના નામે લાખો રૂપિયાની સંપત્તિ છે. રૂ.46 લાખ ઉપરાંત સોનાના 160 સિક્કા છે.

અન્ય સમાચારો પણ છે...