તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Bapunagar Police Put Gifts On The Family In 5 Hours By Putting Photos Of A 3 Year Old Boy From The Road On Social Media 055607

બાપુનગર પોલીસે રોડ પરથી મળેલા 3 વર્ષના બાળકના ફોટા સોશિયલ મીડિયામાં મૂકી 5 કલાકમાં પરિવાર સાથે ભેટો કરાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુનગર પોલીસની સંવેદનશીલતાથી સવારે સાડા નવ વાગે ગુમ થયેલો 3 વર્ષનો બાળક 5 કલાક પછી પરિવારને મળ્યો હતો.

શુક્રવારે સવારે 9.30 વાગ્યાના સુમારે બાપુનગર શ્યામશિખર બ્રિજ પાસેથી 3 વર્ષનો છોકરો પરિવારથી વિખૂટો પડી રડતા-રડતા રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાળક પર પોલીસની નજર પડી હતી. પોલીસે બાળકને તેડી લીધો હતો અને તે કયાંથી આવ્યો છે. શું નામ છે તેવું પૂછતા બાળક કોઇ જવાબ આપી શક્યો નહોતો. બાપુનગર પોલીસે આજુબાજુ તપાસ કરી પણ કંઈ જાણ થઈ નહીં. આથી બાળકને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતાં અને બાળકને મહિલા પોલીસ કોન્સ્ટેબલે ખોળામાં બેસાડી બિસ્કીટ-ચોકલેટ આપતા બાળક શાંત થયો હતો. બાળકને છાનુ રાખવા સ્ટેશનનો સ્ટાફ બાળક બની ગયો હતો.

પોલીસે બાળકનો ફોટો લઇને આજુબાજુની સોસાયટીમાં તપાસ કરી હતી. અને સોશિયલ મીડિયામાં ફોટો ફરતો કર્યો હતો. આથી ઇન્ડિયા કોલોનીમાં રહેતા 52 વર્ષીય ભરતભાઇ પંચાલ પોલીસ સ્ટેશને આવી ગયા હતાં અને ગુમ થયેલા પૌત્ર અવિચલ હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે 3 વર્ષના અવિચલને તેના દાદાને સોંપ્યો હતો.

બાળકના દાદાના મિત્રએ ફોટો જોયો
બાપુનગરના પીઆઇ એન.કે.વ્યાસે જણાવ્યું કે, 3 વર્ષના અવિચલનો ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો. જે અવિચલના દાદાના મિત્રએ જોયો હતો અને તેમણે અવિચલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હોવાની જાણ પરિવારને કરાતા બાળકનો પરિવાર પોલીસ સ્ટેશને આવ્યો હતો અને તમામનો મેળાપ થયો.

અન્ય સમાચારો પણ છે...