તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેડમિન્ટનને ‘ફેમિલી સ્પોર્ટ્સ’ જાહેર કરવી જોઈએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિરાજસિંહ જાડેજા | અમદાવાદ

અમદાવાદમાં 2 થી 6 જાન્યુઆરી સુધી બેડમિન્ટનનો ફિવર જામ્યો હતો. પ્રીમિયર બેડમિન્ટન લીગની મેચો અમદાવાદમાં રમાઇ હતી. જેથી વિશ્વના સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ અમદાવાદના મહેમાન બન્યા હતા. લીગની મેચોના ભાગરૂપે પુણે ટીમની માલિક તાપસી પન્નુ પણ અમદાવાદની મહેમાન બની હતી. જોકે, તાપસી માટે અમદાવાદ શહેર નવું નથી. તે અનેક વખત અમદાવાદ આવતી રહે છે. તાપસીના માસી અમદાવાદમાં રહે છે. અમદાવાદમાં તેને સૌથી વધારે લો ગાર્ડનમાં જવું પસંદ છે, કારણ લો ગાર્ડનનું કપડા બજાર પ્રખ્યાત છે. આઈપીએલ, ફૂટબોલ લીગ, કબડ્ડી લીગ પછી હવે બેડમીન્ટન લીગમાં પણ બોલીવૂડે પ્રવેશ કર્યો છે. તાપસી પન્નૂએ બેડમીન્ટન લીગની પૂણે ટીમ ખરીદી છે. તાપસીનુું કહેવું છે કે ક્રિકેટ, ફૂટબોલ જેવી રમતોમાં અનેક સેલિબ્રિટીઓ જોડાયેલી છે, પરંતુ બેડમિન્ટન સાથે કોઈ સેલિબ્રિટી જોડાયેલી નથી. મારા હિસાબે ક્રિકેટ બાદ બેડમિન્ટન એક એવી આંતરરાષ્ટ્રીય રમત છે જેમાં ભારત હાઇપ્રોફાઇલ કક્ષા સુધી પહોચ્યું છે. અને આ રમત એવી નથી કે દેશમાં તેને કોઇ જાણતું ન હોય. મોટા ભાગના લોકો આ રમત રમ્યા હશે. તેથી ગયા વર્ષે જ મે બેડમિન્ટન લીગમાં ટીમ ખરીદવાનું નક્કી કર્યું અને તેના પર કામ ચાલુ કરી દીધું. બેડમિન્ટન ટીમ ખરીદવાનું અન્ય એક કારણ એ પણ હતું કે મને નાનપણથી જ આ રમતમાં ખૂબ રસ હતો. ભારતમાં એક પણ એવી વ્યક્તિ નહીં હોય જેણે બેડમિન્ટનનું રેકેટ ઉઠાવ્યું ન હોય. ફેમીલી પિકનીક હોય કે સ્કુલની કે મિત્રો ક્યાંય ફરવા ગયા હોય ત્યારે મોટા ભાગના લોકો બેડમિન્ટન રમવાનું વધુ પસંદ કરે છે. હું તો એમ કહું છું કે બેડમિન્ટનને “ફેમેલી સ્પોર્ટસ ઓફ ઇન્ડિયા” જાહેર કરી દેવું જોઇએે

તાપસીએ જણાવ્યું કે સાઇના નેહવાલે ઓલિમ્પિકમાં મેડલ લીધો તે પહેલાં પણ તેનું પરફોર્મન્સ ખૂબ જ સારું હતું અને ત્યારથી હું બેડમિન્ટનને ફોલો કરું છું. ગોપીચંદ બાદ સાઇનાએ ભારતમાં બેડમિન્ટનને જોવાનો દૃષ્ટિકોમ બદલી નાખ્યો. હવે તો ભારતમાં ઘણા આંતરરાષ્ટ્રીય કક્ષાના બેડમિન્ટન ખેલાડીઓ છે અને ઘણા તૈયાર થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...