એવોર્ડ વિતરણ અને પુસ્તક લોકાર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શહેરના ટાગોર હોલમાં આજે એવોર્ડ વિતરણ અને પુસ્તક લોકાર્પણ સમારોહ યોજાશે. નવભારત અને જેપીના ઉપક્રમે યોજાનારા આ સમારોહમાં પ્રથમ ચરણમાં મોરારી બાપૂના હસ્તે ‘સંગત’ પ્રેરિત રાસબિહારી દેસાઈ સંગીત પુરસ્કાર સુરેશ જોષીને, રમેશ પારેખ કાવ્ય પુરસ્કાર, મુકુલ ચોકસીને એનાયત થશે. ત્યાર બાદ કવિ હર્ષ બ્રહ્મભટ્ટના ત્રણ પુસ્તકોનું લોન્ચિંગ થશે. આ સમારોહમાં ડો. રઈશ મણિઆર, વિનોદ જોષી, કવિ નીતિન વડગામા અને હરિશ્ચંન્દ્ર જોષી પ્રાસંગિક વાત કરશે. કાર્યક્રમ સાંજે 7 વાગે શરૂ થશે. શહેરમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યારે આ સમારોહ પણ એક રીતે જોઈએ તો સંગીત અને સાહિત્યને આગળ ધપાવવા હેતુથી યોજાઈ રહ્યો છે.