તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્સરથી કોઈ મરે નહીં અેટલે ચિત્રો બનાવી 1.10 કરોડની ચેરિટી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્સરને લઈને પિતાનું મોત થતાં 84 વર્ષીય અા ચિત્રકારે પોતાના પેઈન્ટિંગ્સ હવે અમદાવાદમાં કેન્સર પેશન્ટની હેલ્પ થાય તે માટે જ કરવાનું નક્કી કર્યુ છે. અા સીનિયર ચિત્રકારનું નામ ભાનુ શાહ છે. અાજે બીઅેમડબલ્યુ ગેલોપ્સ ખાતે ઈન્વેન્ટ અાર્ટના ઉપક્રમે તેમના પેઈન્ટિંગ્સ ડિસ્પ્લે થશે. અા અેવા પેઈન્ટિંગ્સ છે જે ઓલરેડી શહેરના 25 જેટલા કોર્પોરેટ્સે લીધા છે અને બદલામાં અા કોર્પોરેટ્સે ગુજરાત કેન્સર સોસાયટીને 1 કરોડ 20 લાખ જેટલી મદદ કરી છે.

મને રડતાં પણ નહોતું આવડતું ત્યારે પિતાએ અલવિદા કહ્યું હતું
હું 17 વર્ષનો હતો જ્યારે મારા પિતાને અન્નનળીનું કેન્સર ડિટેક્ટ થયું હતું. મેટ્રિકની અેક્ઝામનું ત્યારે અંતિમ પેપર હતું. જેવું પેપર પત્યું કે તરત જ સગાવ્હાલા લેવા અાવ્યા. ઘરે જઈને જોયું તો પિતા અંતિમ શ્વાસ લેતા હતાં. તેઓ મને કહે પેપર કેવું ગયું. મે કહ્યું સારું. તો કહે જે. જે. સ્કૂલ ઑફ અાર્ટમાં ભણજે. પછી બીજા દિવસે તેમણે અા દુનિયાને અલવિદા કહ્યું. મને ત્યારે રડતાં પણ નહોતું અાવડતું. પછી તો મેં વડોદરા અેમઅેસથી ફાઈનઅાર્ટ કર્યુ. અા સ્ટડી પછી મારી અાર્ટ જર્નીની શરૂઅાત થઈ. પછી તો જ્યારે પણ પંડિત અજોય ચક્રવર્તીના સંગીતમાં રાગ મેઘ મલ્હાર, જયજયવંતી અને ભૈરવી સાંભળતાં પેઈન્ટિંગ્સ કરતો ત્યારે પિતાનો ચહેરો યાદ અાવી જતો. 2012-13માં ઑકલેન્ડમાં મેં ચાઈલ્ડ કેન્સર ફાઉન્ડેશન માટે ચેરિટી શો કરેલો જેમાં 45 લાખ જેટલી મદદ ફાઉન્ડેશનને કરી અને ત્યારપછી હવે ગુજરાત કેન્સર સોસાયટીમાં કોઈ ગરીબ પેશન્ટ કેન્સરની સારવાર વિનાનું ન રહે તે માટે અા બીજો પ્રયાસ છે મારો.

first person
ભાનુ શાહ, સીનિયર ચિત્રકાર

આર્ટ માત્ર ચાર દિવાલની વચ્ચે જ નહીં પણ તેનો હેતુ મહત્વનો
 ઈન્વેન્ટ અાર્ટનું અા બીજુ ઈનિશ્યેટિવ છે જેમાં અમે અા અાર્ટ ફોર કોઝનો હેતુ રાખ્યો છે. અાર્ટ માત્ર ચાર દિવાલોની વચ્ચે જોવાની વસ્તુ નથી પણ તેનો ઉપયોગ સોશિયલ કોઝ માટે પણ થઈ શકે છે. ટીમ ઈન્વેન્ટ અાર્ટમાં ચિરંજીવ પટેલ, નિતેશ શાહ, સમીર શાહ અને રુતૂ શ્રોફે છેલ્લા 3 મહિનાથી સ્પંદન ઈવેન્ટ માટે કામગીરી શરૂ કરી હતી. જેમાં શહેરના 25 જેટલા કોર્પોરેટ્સે ગુજરાત કેન્સર સોસાયટીને 1 કરોડ 20 લાખની હેલ્પ કરી છે અને બદલામાં માત્ર 2 બાય 2 ફૂટના 50 જેટલા પેઈન્ટિંગ્સ લીધા છે.

-નિહારીકા શાહ, ડિરેક્ટર,ઈન્વેન્ટ અાર્ટ

અન્ય સમાચારો પણ છે...