તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News At Nicolle 18 Stitches Came Under The Eyes Of Middle Aged People 024508

નિકોલમાં આધેડને આંખ નીચે દોરી વાગતાં 18 ટાંકા આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાથી મોત અને ગંભીર ઇજાગ્રસ્ત થવાના બનાવો બની રહ્યા છે. થોડા દિવસો પહેલાં હાટકેશ્વરમાં વટવાના એક યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ઇસનપુરમાં પણ દોરીથી એક યુવક અને મહિલા ઇજાગ્રસ્ત થયાં હતાં. બીજી તરફ શનિવારે પણ નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસેથી પત્ની સાથે બાઇક પર જઈ રહેલા રમેશ વેકરિયાને આંખ નીચે ચાઇનીઝ દોરી ઘસાતા ઊંડો ઘા પડી ગયો હતો, જેથી ત્યાં 18 ટાંકા લેવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...