તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંજે 5 વાગે થાળી,તા‌ળી નાદ, સાયરન પણ વાગશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની સોસાયટીઓ, ફલેટો, પોળો સહિત વિવિધ જગ્યાએ લોકો રવિવારે સાંજે 5 વાગે થાળી, તાળી અને ઘંટડીઓ વગાડી કોરોના વાયરસમાં જીવના જોખમે કામ કરતા તબીબો, નર્સ, સ્ટાફ, સફાઇ કામદોરોની સેવાને બિરદાવશે. માટોભાગની સોસાયટીઓ, ફલેટો સહિત વિવિધ જગ્યાએ લોકો થાળી, તાડી અને ઘંટડી વગાડવાનું પ્લાનીંગ કર્યુ છે. આ ઉપરાંત સિવિલ ડિફેન્સ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવેલી સાયરનો વગાડાશે. જ્યારે ફાયર સ્ટેશનો અને વિવિધ ફાયર ટેન્ડરોની સાયરનો પણ 5 મિનિટ વગાડાશે.

શહેરની સ્થિતિ

અાજે શું બંધ રહેશે

{ ટ્રાન્સપોર્ટ

એએમટીએસ-બીઆરટીએસ : શહેરી બસ સેવા શનિવાર સાંજથી જ બંધ.

એસટી બસ : રાત્રે 12 વાગ્યાથી બંધ.

ટ્રેન : સવારે 4થી રાત્રે 10 સુધી ઉપડતી તમામ મેલ, પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન રદ.

ફ્લાઈટ : અમદાવાદ આવતી-જતી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ.

રિક્ષા : પણ રવિવારે સંપૂર્ણ બંધ રહેશે.

{ રેસ્ટોરાં-હોટેલ

શહેરભરની રેસ્ટોરાં-હોટેલ, માણેકચોક અને હેપી સ્ટ્રીટ જેવા રાત્રિ ખાણીપીણી બજાર, નાસ્તાની લારીઓ પણ બંધ રહેશે.

{ ડોમેસ્ટિક હેલ્પર

શહેરના ડોમેસ્ટિક હેલ્પર (કામવાળા) પણ રવિવારે રજા પાડશે.

{ મોલ-મલ્ટિપ્લેક્સ

શહેરના તમામ મોલ જનતા કરફ્યૂને લીધે બંધ રહેશે. મલ્ટિપ્લેક્સ 29 માર્ચ સુધી બંધ.

{ વેપાર-ઉદ્યોગ

જથ્થાબંધ બજાર : કાલુપુર, માધુપુરા, નરોડા ફ્રૂટ માર્કેટ, જમાલપુર શાકભાજી બજાર, ફૂલ બજાર, મણિનગર સિંધી માર્કેટ તેમજ શહેરભરના છૂટક બજારો અને દુકાનો રવિવારે બંધ.

ઓટો માર્કેટ : ઓટોમોબાઈલ્સની દુકાનો તેમજ કાર, ટુ-વ્હીલરના શો-રૂમ બંધ.

{ આ બજારો 24મી સુધી બંધ

સીજી રોડ : તમામ દુકાનો અને બજારો.

ગુજરાત ગાર્મેન્ટ એસોસિએશન, ગુજરાત ટ્રેડ ફેડરેશન સાથે સંલગ્ન બજારો, પાંચકૂવા કાપડ મહાજન, ઓટો ડીલર્સ, સિંધી માર્કેટ કાપડ મહાજન, આસ્ટોડિયા ન્યૂ રંગાટી કાપડ મહાજન, બીબીસી માર્કેટ, ન્યૂ ક્લોથ માર્કેટ, નૂતન ક્લોથ માર્કેટ, સફલ માર્કેટ 1,2, 3, હીરાભાઈ માર્કેટ, ટેક્સટાઈલ પ્રોસેસિંગ યુનિટ મંગળવાર સુધી બંધ રહેશે.

અાજે શું ચાલુ રહેશે?

{ ન્યૂઝ પેપર, પેટ્રોલ પંપ, દવાની દુકાનો, હોસ્પિટલ, એમ્બુલન્સ, અમૂલ પાર્લર.

આ સેવા ઓનલાઈન

{ રાંધણ ગેસ, બેન્ક, વીમો, વીજળી.

અન્ય સમાચારો પણ છે...