તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લેટના પાર્કિંગમાં ભેગી થયેલી 8 મહિલાની ડ્રોનની મદદથી ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુકુળ રોડ પર આવેલા શકમ્બા ફ્લેટની ઘટના

અમદાવાદ | શહેરમાં લૉકડાઉન અને કલમ 144 લાગુ હોવા છતાં વસ્ત્રાપુર ગુરુકુળ રોડ પરના શકમ્બા ટાવરના પાર્કિંગમાં ભેગી થયેલી 8 મહિલાની ડ્રોનની મદદથી પોલીસે ધરપકડ કરી છે. તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

કોરાના વાઈરસના પગલે ભારત દેશમાં લૉકડાઉનની સૂચના આપી છે તથા 144 કલમ લાદવામાં આવી છે, છતાં લોકો તેનું પાલન કરતા ન હોવાથી શહેર પોલીસ તેવા લોકોને પકડવા માટે પેટ્રોલિંગ કરતી હતી , ત્યારે વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, ગુરુકુળ રોડ પર આવેલ શકમ્બા ટાવરના પાર્કિંગમાં કેટલીક મહિલાઓ ભેગી થઈને જાહેરનામાનો ભંગ કર્યો છે, જેથી પોલીસે તે જગ્યાએ ડ્રોનની મદદથી જગ્યાનું નિરીક્ષણ કરીને બાતમી હકીકત વાકેફ કરીને તે જગ્યાએ દરોડો પાડ્યો હતો, જેમાં જાહેરનામાનો ભંગ કરીને પાર્કિંગમાં ભેગી થયેલી 8 મહિલાઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી,તથા પોલીસે બીજા વિસ્તારોમાં રિક્ષામાં સ્પીકર લગાવીને જાહેરનામાનો અમલ કરો અને લોકો ભેગા થઈને જાહેરનામાનું પાલન નહીં કરે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાણકારી આપી હતી.

નોંધનયી છે કે, રવિવારે પણ ઘાટલોડિયાની રન્નાપાર્ક સોસાયટીમાં ક્રિકેટ રમી રહેલા 7 યુવાનોની પોલીસે ધરપકડ કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. અનેક વિસ્તારમાં પોલીસે ડ્રોનથી સર્વેલન્સ શરૂ કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...