તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Appointment Of Principal At 30 Out Of 81 Seats In Ahmedabad Rural 055506

અમદાવાદ ગ્રામ્યમાં 81માંથી 30 જગ્યા પર આચાર્યની નિમણૂક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં 105 સ્કૂલમાં આચાર્યની ખાલી રહેલી જગ્યાઓ માટે ભરતી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાંથી 24 સ્કૂલ સંચાલકોએ સ્કૂલમાં ભરતી કરવાનો વિરોધ કર્યો હતો. બાકી રહેલી 81 સ્કૂલમાં ભરતી પ્રક્રિયામાંથી 30 આચાર્યોને રવિવારે નિમણૂક માટેના ઓર્ડર ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આચાર્યોની ભરતી માટે કમિટી સામે ઉમેદવારોના ઇન્ટરવ્યૂનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી મંડળ અને ડીઇઓ ઓફિસનો સ્ટાફ હાજર રહ્યો હતો. ઉમેદવારોને વહીવટી, શૈક્ષણિક અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોના સારા દેખાવને ગુણોને ધ્યાનમાં રાખીને સ્થળ પર જ નિમણૂક માટેનો ઓર્ડર આપી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...