તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Anurag Champion In Gujarat International Grandmasters Chess Tournament 055604

ગુજરાત ઈન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટમાં અનુરાગ ચેમ્પિયન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજી ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-2019 ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા કર્ણાવતી કલબ ખાતે કરવામાં આવેલ છે. ટૂર્નામેન્ટમાં બી કેટેગરીના અંતે એટલે કે 10માં રાઉન્ડના અંતે કોલકાતાના અનુરાગ જયસ્વાલે મહારાષ્ટ્રના ચવાન નમીતને હરાવી ૯ પોઈન્ટ સાથે સરસાઈ ભોગવી બી કેટેગરીમાં ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

જયારે ગુજરાતનો રાજ વ્યાસ 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને સ્થાને રહ્યો હતો. અન્ય ખેલાડીઓમાં જમ્મુ કાશ્મીરનો સુમીત ગ્રોવર અને ગુજરાતનો અંકિત ચુડાસમા 8 પોઈન્ટ સાથે અનુક્રમે ચોથા અને પાંચમાં સ્થાને રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટમાં ત્રણ કેટેગરી- એ,બી અને સીમાં રમાઈ રહી છે.

ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટૂર્નામેન્ટમાં કુલ 264 ખેલાડીઓએ બી કેટેગરીમાં ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓ વચ્ચેે કુલ 6 લાખ રૂપિયાના રોકડ ઈનામો ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના ભાવેશ પટેલ (સીઈઓ), રાજેશ ચાવડા (સેક્રેટરી), મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ), વિરલ પટેલ (ડાયરેક્ટર, કર્ણાવતી કલબ) તેમજ શિલ્વા પટેલ (જાઈન્ટ સેક્રેટરી, કર્ણાવતી કલબ) દ્વારા વહેંચવામાં આવ્યા હતા.

આ સાથે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટની સી કેટેગરી 26 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.

બેડમિન્ટન ચેમ્પિયનશિપ
સિટી રિપોર્ટર . અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...