તાંત્રિક વિધિની શંકાથી શિષ્યે કરેલા હુમલામાં વધુ એક સાધુનું પણ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોરના કાઠિયા ખાકચોકમાં એક સાધુ દ્વારા બીજા બે સાધુ પર ગુરૂવારે જીવલેણ હુમલો કરી એકની હત્યા કરી હતી. જ્યારે મોડી રાત્રે બીજા સાધુનું પણ મોત નિપજ્યું હતું. આમ આ હુમલાની ઘટનામાં બે સાધુઓની હત્યા થઇ છે. હુમલો તાંત્રીક વિધીની શંકાએ કર્યા હોવાનું જાણાવ મળ્યુ છે

ગોમતી ઘાટે આવેલા કાઠિયા ખાખચોક ખાતે બહારના સાધુઓ આવતા-જતા હોય છે. અહીં કથા, ભોજન અને રામધૂન જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આ સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી આ જગ્યાએ ગુરૂ રામભૂષણ મહાત્યાગી તથા તેમના તેમના શિષ્યો દત્તગીરી નારાયણદાસ તથા કાશીનાથ રહેતા હતા. કાશીનાથ રામભૂષણને પોતાના ગુરૂ માનતો હતો. પરંતુ ગુરૂ અને દત્તગીરી કોઇ તાંત્રીક વિધિ કરતા હોવાનો વ્હેમ રાખી તેણે ગુરૂવારે આ બંન્ને જણ ઉપર ટાઇલ્સ અને લાકડાના દસ્તાથી હુમલો કર્યો હતો. આથી રામભૂષણનું થોડીજવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે દત્તગીરી નારાયણદાસ અમદાવાદ સારવાર હેઠળ હતા, ત્યારે મોડી રાત્રે મોત નિપજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...