જેલમાં ખાડો ખોદી દાટી દીધેલો વધુ એક મોબાઇલ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરમતી સેન્ટ્રલ જેલના પોલીસ સ્ટાફે ઓપરેશન કલીનઅપના ભાગરૂપે 11 ફેબ્રુઆરીએ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતંુ. દરમિયાનમાં સર્કલ યાર્ડ-3 બેરેક નંબર-3-2ની પાછળની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદીને પ્લાસ્ટિકની થેલીમાં છુપાવી રાખેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેલ સ્ટાફે આ મોબાઈલ ફોન કબજે કરીને આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ જેલમાંથી વેપારીઓને ધમકાવી ખંડણી માગનાર વિશાલ ગોસ્વામી સહિત ત્રણ લોકો પાસેથી 3 એન્ડ્રોઇડ અને એક સાદો મોબાઇલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...