એકલવ્યની એકનિષ્ટ્રા : છોટુભાઈ પુરાણી ( 1885- 1950 )

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ગુજરાતમાં વ્યાયામ પ્રસારક અને કેળવણીકાર છોટુભાઈ પુરાણીનો જન્મદિવસ, બંગાળી લેખિકા આશાપૂર્ણાદેવી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા ગિરિરાજ કિશોરની પુણ્યતિથિ છે. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા અને આઝાદીના આશક છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણીનો જન્મ મોસાળ ડાકોરમાં થયો હતો, બે વર્ષની વયે માતાનું અવસાન થયું હતું. તેઓએ શિક્ષણ ડાકોર, જામનગર, વડોદરા અને અમદાવાદમાં લીધુ હતું. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા છોટુભાઈ શ્રી અરવિંદની વિચારસરણીથી ખૂબ પ્રભાવિત હતા. બંગાળી ક્રાંતિકારીઓના પ્રભાવમાં ગુજરાતમાંથી પણ વ્યાયામ પ્રવૃત્તિઓના માધ્યમથી દેશ સેવા માટે મરજિવા તૈયાર કરવાના ભાગરૂપે અખાડા, મલખમની પ્રવૃત્તિઓ શરૂ કરી. યુવાનોને તન, મન અને ચારિત્ર્યથી સમૃદ્ધ કરવા વ્યાયામની સાથે ચર્ચા સભા, હસ્ત લિખિત સામયિકો, સાહસિક પ્રવાસો અને રમતો, પુસ્તકાલય અને સહકારી પ્રવૃત્તિઓ શરૂ કરી તત્કાલીન ગુજરાતના યુવાનોએ તેમની આ પ્રવૃત્તિને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. પુરાણીએ સારી સંતતિ ,ઉષ્મા અને દેહધર્મ વિજ્ઞાન જેવા પુસ્તકો પણ લખ્યા છે.22 ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...