તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમલગ્ન કરતાં નારાજ માતા- પિતાએ પુત્રીનું અપહરણ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નરોડામાં પુત્રીએ પ્રેમલગ્ન કરતા તેના માતાપિતાએ મામા સસરાના ઘરેથી તેનું અપહરણ કર્યું હતું. આ અંગે તેના યુવતીના પતિએ દીકરીના માતાપિતા સહિત આઠ લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.

મોડાસા જિલ્લાના બાયડના પ્રતીક પ્રકાશ બારોટ નામના યુવકે ત્રણ વર્ષ પહેલા તેના જ વિસ્તારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે યુવતીના પરિવારજનો બન્નેના લગ્નથી નાખુશ હતા. લવમેરેજ બાદ બન્ને જુદા જુદા સગાંને ત્યાં જતાં આવતાં હતાં. આ દરમિયાન 7 તારીખના રોજ બન્ને નરોડા ખાતે રહેતા પ્રતીકના મામા વિજય બારોટના ત્યાં રહેવા આવ્યા હતા. બન્ને બે દિવસથી ત્યાં રોકાયા હતા. આ દરમિયાન શુક્રવારે રાત્રે 11 વાગ્યે યુવતીના માતા નિશા, પિતા સંતોષ, પિતરાઇ બહેન આરતી સહિતના સંબંધી ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે ત્યાં આવી બોલચાલ કરી ઝઘડો કરીને હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રતીકના બે મોબાઇલ લૂંટી લીધા હતા અને યુવતીનું અપહરણ કર્યું હતું.

આ મામલે પ્રતિકે તેમના સાસુ નિશાબહેન પંડિત, સસરા સંતોષ પંડિત, આરતી પંડિત, વિઠ્ઠલ પટેલ સહિત આઠ વ્યક્તિ સામે પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ ચાલુ કરી દીધી છે, પરંતુ હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો