તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડિયા ફરી હીરા, રોકડાની સપ્લાય શરૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચારસંહિતાના કારણે રોકડ અને માલસામનની હેરફેર ન કરી, વેકેશન પર જવાનો નિર્ણય આખરે આંગડિયા એસોસિએશને પડતો મૂક્યો છે. મંગળવારે સુરત ડાયમંડ એસોસિએશન(એસડીએ)ના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થયેલી સમજાવટ બેઠકમાં આંગડિયા એસોસિએશને આજે બુધવારથી જ સુરત થી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જતાં હીરાની સપ્લાય કરવા તૈયારી બતાવી છે. જ્યારે મુંબઈ એક્સપોર્ટ કે વેચાણ માટે ડિલિવર કરાતાં હીરાનું આંગડિયું સ્વીકારવું કે કેમ તે અંગે આજે અમદાવાદમાં આંગડિયાઓની મીટીંગ મળશે.

રૂ. 2 લાખથી વધુની રકમ કે તેનાથી વધુની કિંમતનો માલ હેરફેર કરવા સામે આંગડિયા પેઢીઓ પર કાર્યવાહી થશે. તેવો ભય આંગડિયા કર્મીઓમાં જોવા મળ્યો હતો. જેને લઈને તા.13મી એપ્રિલે શહેરના આંગડિયા એસોસિએશને તા.23મી એપ્રિલ સુધી વેકેશન પર જવાની જાહેરાત કરી હતી.

આંગડિયાની આ જાહેરાત બાદ સોમવારે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના અગ્રણીઓ સાથે આંગડિયા એસોસિએશનના પદાધિકારીઓની મીટીંગ મળી હતી. જેમાં વેકેશન યથાવત રાખવાના નિર્ણય પર આંગડિયા એસોસિએશન અડગ રહેતાં મીટીંગ પડી ભાંગી હતી. જેને પગલે મંગળવારે બપોરે ફરી ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓએ આંગડિયા અગ્રણીઓ સમજાવટ કરી હતી.

આ અંગે એસડીએના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર, હાલમાં જ શહેરના મોટા આંગડિયાઓ પર ઇન્કમ ટેક્સ વિંગે કરેલા સર્વેના કારણે તમામ આંગડિયા પેઢીના સંચાલકોમાં ભય પેદા થયો છે. તેમની પેઢી પર પણ આચારસંહિતાના આ સમયગાળામાં સર્વે થાય તેવી બીક હતી. મંગળવારે મળેલી બેઠકમાં ડાયમંડ એસોસિએશને તેમના સાથે રહેવાની ખાતરી આપી હતી. જેને પગલે વેકેશનનો વિચાર પડતો મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં ને ગુજરાતમાં સપ્લાય થતાં હીરા અને રોકડનું કામ યથાવત રાખવામાં આવશે. જ્યારે મુંબઈ માટે આજે ગુજરાતના આંગડિયાઓ અમદાવાદ ખાતે મીટીંગ કરશે.

વેકેશનના કારણે કર્મચારીઓ વતન પહોંચ્યા
સુરતમાંથી 30 ટકા માલ સૌરાષ્ટ્ર જાય છે. સૌરાષ્ટ્રમાં નાની સાઈઝનાં હીરાનું કટિંગ થાય છે. શનિવારે આંગડિયા એસોસિએશને વેકેશનની કરેલી જાહેરાતના કારણે આંગડિયા પેઢી સાથે સંકળાયેલા કર્મચારીઓ પોતાના વતન રજા માણવા પહોંચ્યા છે. ત્યારે વેકેશન પર ગયેલા કર્મચારીઓને પરત બોલાવવા માટે બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે. તેઓ પરત આવે પછી મુંબઈનું આંગડિયું સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે. તેવી ખાતરી આંગડિયા એસોસિએશન તરફથી અપાયું છે.

બિઝનેસ રિપોર્ટર.સુરત

આચારસંહિતાના કારણે રોકડ અને માલસામનની હેરફેર ન કરી, વેકેશન પર જવાનો નિર્ણય આખરે આંગડિયા એસોસિએશને પડતો મૂક્યો છે. મંગળવારે સુરત ડાયમંડ એસોસિએશન(એસડીએ)ના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થયેલી સમજાવટ બેઠકમાં આંગડિયા એસોસિએશને આજે બુધવારથી જ સુરત થી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જતાં હીરાની સપ્લાય કરવા તૈયારી બતાવી છે. જ્યારે મુંબઈ એક્સપોર્ટ કે વેચાણ માટે ડિલિવર કરાતાં હીરાનું આંગડિયું સ્વીકારવું કે કેમ તે અંગે આજે અમદાવાદમાં આંગડિયાઓની મીટીંગ મળશે.

રૂ. 2 લાખથી વધુની રકમ કે તેનાથી વધુની કિંમતનો માલ હેરફેર કરવા સામે આંગડિયા પેઢીઓ પર કાર્યવાહી થશે. તેવો ભય આંગડિયા કર્મીઓમાં જોવા મળ્યો હતો. જેને લઈને તા.13મી એપ્રિલે શહેરના આંગડિયા એસોસિએશને તા.23મી એપ્રિલ સુધી વેકેશન પર જવાની જાહેરાત કરી હતી.

આંગડિયાની આ જાહેરાત બાદ સોમવારે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિતના અગ્રણીઓ સાથે આંગડિયા એસોસિએશનના પદાધિકારીઓની મીટીંગ મળી હતી. જેમાં વેકેશન યથાવત રાખવાના નિર્ણય પર આંગડિયા એસોસિએશન અડગ રહેતાં મીટીંગ પડી ભાંગી હતી. જેને પગલે મંગળવારે બપોરે ફરી ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓએ આંગડિયા અગ્રણીઓ સમજાવટ કરી હતી.

આ અંગે એસડીએના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર, હાલમાં જ શહેરના મોટા આંગડિયાઓ પર ઇન્કમ ટેક્સ વિંગે કરેલા સર્વેના કારણે તમામ આંગડિયા પેઢીના સંચાલકોમાં ભય પેદા થયો છે. તેમની પેઢી પર પણ આચારસંહિતાના આ સમયગાળામાં સર્વે થાય તેવી બીક હતી. મંગળવારે મળેલી બેઠકમાં ડાયમંડ એસોસિએશને તેમના સાથે રહેવાની ખાતરી આપી હતી. જેને પગલે વેકેશનનો વિચાર પડતો મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં ને ગુજરાતમાં સપ્લાય થતાં હીરા અને રોકડનું કામ યથાવત રાખવામાં આવશે. જ્યારે મુંબઈ માટે આજે ગુજરાતના આંગડિયાઓ અમદાવાદ ખાતે મીટીંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...