• Gujarati News
  • National
  • Ahmedabad News An Investigation Will Be Carried Out If The Accused Has Symptoms Of Corona Virus 055036

આરોપીમાં કોરોના વાઈરસના લક્ષણ હશે તો તપાસ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસ મામલે હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી દાખલ કરી હતી. રાજ્ય સરકારે આજે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકારે ગરીબો અને રોજનું કમાઈ રોજનું ખાનારાને રાશન અને શાકભાજી આપવાનો નિર્ણય કર્યો છે. ફૂટપાથ રહેતા લોકોને નિયમિત ભોજન મળે તેમાટે પોલીસે દ્વારા ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હતા. સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતુંકે જેલમાં રહેલા કેદીઓને સોશિયલ ડિસ્ટન્સ પર રાખવા જોઈએ. જેલમાં લઇ જતા પહેલા પોલીસે તે આરોપીને તાપસ કરવી જરૂરી છે સમગ્ર રાજ્યમાં દરેક જગ્યાએ આરોપીને કોરોના ના લક્ષણો જણાય તો તેની વ્યવસ્થા અલગ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...