તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરાઈવાડીમાં ચપ્પુ બતાવી જ્વેલરી શોપ લૂંટવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓઢવ વિસ્તારમાં આવેલા રઘુવીર ટેનામેન્ટમાં રહેતા 55 વર્ષીય અમરતભાઈ પોકરમલભાઈ સોનીએ તેમની સોનાચાંદીના દાગીનાની દુકાનમાં બે લોકોએ લૂંટ કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

અમરતભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ અમરાઈવાડીની અશ્વમેઘ સોસાયટી ખાતે અમૃત જ્વેલર્સ નામની દુકાન ધરાવી સોનાચાંદીના દાગીના લેવેચ અને ધીરધારનો ધંધો કરે છે. મંગળવારે બપોરે 1 વાગ્યાથી 3.35 વાગ્યા દરમિયાન અમરતભાઈ દુકાનમાં એકલા હતા તે દરમિયાન બે અજાણ્યા ગ્રાહક બનીને આવ્યા હતા. તેમણે વસ્તુ ખરીદવાનો ડોળ કરી ચપ્પુ બતાવી દુકાનમાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે દુકાનદાર અમરતભાઈની તેમની સાથે ઝપાઝપી થતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે તેમણે બૂમો પાડતા લુટારુ નાસી ગયા હતા. પોલીસે બંને લુટારુ સામે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો