તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૃથ્વીની 5વાર પ્રદક્ષિણા કરી શકાય તેટલી દોરી વાપરશે અમદાવાદીઓ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદી ઉત્તરાયણની વાત જ અલગ છે, માત્ર બે જ દિવસમાં શહેરીજનો 5 વાર પૃથ્વીની પ્રદક્ષિણા થઇ શકે તેટલી દોરી વાપરશે. આમ કહેતા કાઇટ મ્યુઝિયમના ફાઉન્ડર ભાનુ શાહે વધુમાં જણાવ્યું કે, 10 લાખ જેટલા પતંગો બે દિવસમાં ચગશે. પતંગ વિશેના આવા જ રસપ્રદ ફેક્ટ્સ સાથે ધાબા પર પતંગ ઉડે ત્યારે શું ધ્યાન રાખીને તમે પાક્કા પતંગબાજ સાબિત થઇ શકો તે માટેનું સંપૂર્ણ પતંગ સાયન્સ અને કઈ દોરી કેમ વાપરવી અને ક્યારે તેની ટિપ્સ આપી રહ્યા છે સિટીના એક્સપર્ટ પતંગબાજો. સાથે જ સિટી ભાસ્કર ફોટોવૉક-3 કે જે પતંગ થીમ પર હતી તેના વિનર્સની ક્લિક્સ જુઓ આજના ઉત્તરાયણ સ્પેશિયલ પેજમાં.
Photowalk Judge

આ તસવીરો રહી ફોટોવૉક-3માં વિનર
ઉત્તરાયણ ફોટોઝમાં આબેહૂબ દેખાઈ
 સિટી ભાસ્કર ફોટોવૉક-3ના વિજેતા સિલેક્ટ કરવા માટે આ વખતે જજ તરીકે જોડાયા હતા પેશનેટ નેચર ફોટોગ્રાફર ઝૂબીન આશરા. તેમણે આવેલા બધા જ ફોટોઝ જોઈને કહ્યું કે, ‘ફોટોવૉકમાં ઘણી સારી ક્લિક્સ આવી હતી જેમાંથી 150 જેટલી એન્ટ્રીઝમાંથી માત્ર ત્રણ સિલેક્ટ કરવી અઘરી હતી. જેમાં લાઈવ અમદવાદ અને લાઈવ ઉત્તરાયણ દેખાય એ પ્રકારના ફોટોઝ મેં સિલેક્ટ કર્યા છે. શહેરમાં આટલા સારા ફોટોગ્રાફર્સ છે તે જાણીને આનંદ થાય છે.’

આ છે 12 જાન્યુઆરીએ યોજાયેલી સિટી ભાસ્કર ફોટોવૉકના વિનર્સ. જેમણે અમદાવાદીઓના પતંગ પ્રેમને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.

હિમિલ પટેલ

એન્જિનીયરિંગ સ્ટુડન્ટ

ખેંચની દોરી કે ઢીલની દોરી?

6, 9 અને 12 તારની દોરી? કઇ સારી?
કિન્ના કેવી બાંધવી જોઈએ?
પતંગમાં ઢઢ્ઢો અને કમાન જે પ્લેસ પર ક્રોસ થતા હોય તે પોઈન્ટ અને પતંગના નીચેના ઢઢ્ઢાના એન્ડિંગ પોઈન્ટથી થોડા ઉપર કિન્ના બાંધવામાં આવે છે. કિન્ના બંને પોઈન્ટ પર બાંધ્યા બાદ તેનું 2-2, 2-2, 1-1, 0-0 મેજરમેન્ટ લેવાય છે પરંતુ મોટાભાગે પતંગ રસિયા ઉપરના પોઈન્ટ અને નીચેના પોઈન્ટ વચ્ચે દોરીનું સરખું અંતર થાય તે સેન્ટર પોઈન્ટ પર દોરીને ગાંઠ મારે છે.

પતંગને ખેંચીને કાપવાની કળા છે અમદાવાદીઓનો આક્રમક મિજાજ

26 મી
ફેબ્રુઆરી 1986માં શહેરમાં પતંગ મ્યુઝિયમ બનાવનાર અને હાલ 86માં વર્ષે પહોંચેલા ભાનુ શાહે પોતાના જીવનના 65 વર્ષ સુધી પતંગ ચગાવવાની સાથે દેશ-વિદેશમાંથી કલાત્મક પતંગોનું અનોખુ કલેક્શન કર્યું છે. આજે ઉત્તરાયણ નિમિત્તે સિટી ભાસ્કર સાથે કરેલી ખાસ વાત-ચીતમાં તેઓએ શહેરમાં ઉત્તરાયણની ગઈકાલ અને આજ વિશે ચર્ચા કરી હતી. ભાનુ શાહે કહ્યું કે, અમદાવાદીઓનો આક્રમક મિજાજ તેમના ઉત્સવોમાં પણ દેખાય છે. દેશના અન્ય શહેરોમાં પતંગ કાપવાની વાત આવે ત્યારે ઢીલ દઈને કાપે છે પરંતુ અમદાવાદીનો આક્રમક મિજાજ અને આગવી લાક્ષણિકતાને કારણે તેઓ ખેંચીને કાપે છે.ઉત્તરાયણ પર અમદાવાદમાં દરવર્ષે 10 લાખથી વધારે પતંગો અમદાવાદના આકાશની શાન બને છે. દોરીની વાત કરીએ પૃથ્વીની 5વાર પ્રદક્ષિણા કરી શકાય તેટલી દોરી અમદાવાદીઓ માત્ર ઉત્તરાયણમાં યુઝ કરી નાખે છે.ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઉડતા 80 ટકા પતંગોને બનાવવા માટે 35 હજાર મુસ્લિમ પરિવારો કામે લાગે છે.

ખેંચીને કાપનારા 9 તારની દોરી વધારે યુઝ કરે છે
ખેંચીને કાપવાવાળા 9 તારની દોરી વધારે યુઝ કરે છે જ્યારે ઢીલથી પતંગ કાપવાનું પસંદ કરતા લોકો 12 તારની દોરી પસંદ કરે છે.ખેેંચ અને ઢીલની દોરીને લઈને માન્યતા છે બાકી દોરી 9 કે 12 તારની હોય તો પણ બંને રીતે પતંગ કાપી શકાય છે.પતંગ કાપવામાં દોરી સાથે પતંગ,ખેંચવાની સ્પીડ,ઢીલની સ્પીડ અને હવા જેવા પરિબળો કામ કરે છે.

બરેલીની દોરી સારી કે જાતે રંગાવેલી? કેમ?
એક્સપર્ટના જણાવ્યા અનુંસાર બરેલીની દોરી વધારે સારી હોય છે કેમ કે 9 કે 12 તારમાં દોરીમાં યુઝ કરવામાં આવેલી લુબ્દી શાર્પ અને મજબૂતી આપે છે.જેના કારણે તે તૂટવાનો ડર રહેતો નથી અને સ્મૂધ હોવાને કારણે આરામથી મૂવ કરે છે.

પૃથ્વીની 5 વાર પ્રદક્ષિણા કરાય તેટલી દોરી વાપરે છે અમદાવાદીઓ

10 લાખથી વધારે પતંગ માત્ર ઉત્તરાયણમાં જ ઉડે છે

અાગામી 5 વર્ષમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 2 હજાર કરોડને પાર કરશે

5 વર્ષમાં 300 કરોડનો બિઝનેસ 500 કરોડ પહોંચશે

35 મુસ્લિમ પરિવારો આખુ વર્ષ બનાવે છે પતંગો

તોલીને દોરી આપતું ગુજરાતનું અનોખુ તોલીયા માર્કેટ આવ્યું છે અમદાવાદમાં

શહેરમાં આવેલું પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ કાઈટ મ્યુઝિયમ

કાઈટ મ્યુઝિયમમાં 100 જેટલા કલાત્મક પતંગોનો સંગ્રહ

પતંગમાં વપરાયેલો કાગળ તેમજ પતંગની કમાન જાડી કે એકદમ પાતળી નહીં પણ મીડિયમ હોવી જોઈએ
પતંગનું સાયન્સ
ખેંચવા માટેનો બેસ્ટ પતંગ કયો?
ખેંચવા માટે ચીલ પતંગ બેસ્ટ છે કેમ કે, પવનની વિરુદ્ધ દિશામાં પણ વળી શકે છે. સામેવા‌ળાનો પતંગ રાઈટ કે લેફ્ટ સાઈડમાં હોય તો પણ પતંગને એ દિશામાં વાળીને ખેંચી શકાય છે.

પતંગની પસંદગી કેવી રીતે કરવી?
જેમાં કમાન કે ટઢ્ઢા પર બ્લેક કલરના ડાઘ હોય તે બેસ્ટ માનવામાં આવે છે કેમ કે, તેની સળીઓ બરાબર તપાડેલી હોય છે જે જલદીથી તૂટટી નથી. પતંગમાં વપરાયેલો કાગળ, પતંગની કમાન જાડી કે એકદમ પાતળી નહીં મીડિયમ હોવી જોઈએ કેમ કે, તેનાથી પતંગ બેલેન્સમાં રહે છે.

પતંગ ફાટે તો ગુંદરપટ્ટી વાપરવી?
હા પરંતુ જો ડાબી સાઈડ પર ફાટેલા પતંગ પર ગુંદર પટ્ટી લગાવો છો જમણી બાજુ પર એટલી જ ગુંદર પટ્ટી બેલેન્સ માટે લગાવવી.

શહેરમાં સૌથી શ્રેષ્ઠ પતંગો ક્યાં મળે?
જમાલપુર, કાલુપુર (ટંકશાળ), ખાડીયા આ ત્રણ સ્થળો મુખ્ય છે. કેમ કે, અહીં આજુ-બાજુના એરીયામાં લોકો પતંગ જાતે બનાવે છે.

તુક્કલ ચગાવવા કયા કલરનો, કયા પ્રકારનો પતંગ પસંદ કરવો?
સફેદ કલરનો પતંગ યોગ્ય છે કેમ કે, રાત્રે અંધારુ હોવાથી વ્હાઈટ કે ઓછા કલર શેડ વાળો પતંગ સિધો ઉડે તો સ્પષ્ટ દેખાય છે.

પૂંછડી પતંગમાં લગાવવી જોઈએ?
દરેક પતંગમાં પૂંછડી લગાવવી જરૂરી નથી. જે પતંગ વધારે પવનમાં ફૂદરડી ફરતો હોય તેની નીચે પૂંછડી બાંધવાથી તે બેલેન્સ રહે છે.

પતંગ કેવી રીતે કાપવા ખેંચથી કે ઢીલથી?
વધારે પવન હોય અને તમારો પતંગ પવનની યોગ્ય દીશામાં બોય અને સામે વાળાનો પતંગ પવનની યોગ્ય દિશાથી થોડો દૂર હોય તો તમે આસાનીથી પતંગ ખેંચીને કાપી શકો છો. જ્યારે તમારો પતંગ ભારે હોય તો ત્યારે તેમે ઢાલથી કાપી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો