તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેટ કબડ્ડીમાં બોયઝ U-14માં અમદાવાદી ટીમોએ બાજી મારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા સંચાલિત રાજયકક્ષાની ખેલ મહાકુંભ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે અંડર-14 બોયઝ અને ગર્લ્સની આ ટૂર્નામેન્ટમાંનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાની આ ટૂર્નામેન્ટમાં બોયઝ અને ગર્લ્સ એમ બંને વિભાગમાં 8 રાજ્યની વિજેતા ટીમો તથા 8 સિલેક્ટેડ ટીમો એમ કુલ 16-16 ટીમોએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

અંડર-14 બોયઝ કેટેગરીની વાત કરીએ તેમાં અમદાવાદ (વિજેતા) ટીમ પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભરૂચ(વિજેેતા) ટીમ બીજા અને અમદાવાદ (સિલેક્ટેડ) ટીમ ત્રીજા સ્થાને રહી હતી. જ્યારે ગર્લ્સ વિભાગમાં બરોડા (વિજેતા) ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે બીજા ક્રમે બનાસકાંઠા (વિજેતા) ટીમ રહી હતી. ગર્લ્સ અંડર-14માં બરોડા સિટી (સિલેકેટડ)ની ટીમ ત્રીજા ક્રમે રહી હતી.

City Sports
અન્ય સમાચારો પણ છે...