તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદથી મુંબઈની ટ્રેનોમાં 80 % પેસેન્જર ઘટ્યા, 35 ફ્લાઇટ રદ કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના પગલે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ પેસેન્જરો 80 ટકાથી વધુ મુંબઈ અને 70 ટકાથી વધુ દિલ્હી તરફ જતી ટ્રેનમાં ઘટ્યા છે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ સ્ટેશને મુંબઈ રૂટની ટ્રેનોમાં ટિકિટ કેન્સલ કરાવનારા પેસેન્જરોની સંખ્યા 5 ગણીથી વધુ વધી ગઈ છે. રેલવે દ્વારા અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે. આ કેન્સલ થયેલી તમામ ટ્રેના પેસેન્જરોને રેલવે દ્વારા 100 ટકા રિફન્ડ આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટ પર આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરાઈ છે, જેમાં અમદાવાદથી મુંબઈની 8, દિલ્હીની 7, બેંગલુરુની 2, હૈદરાબાદની 2, લખનઉની 2, ચંડીગઢની 2, પુણેની 2, વારાણસીની 2 સહિત અન્ય 35થી વધુ ફ્લાઇટ કેન્સલ કરાઈ છે.

ટ્રેનો કેન્સલ કરાવનારા પેસેન્જરોની સંખ્યામાં 5 ગણો વધારો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...