તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ahmedabad Is The Champion For The Third Consecutive Year In Inter District Football Championship 020004

ઇન્ટર ડિ્સ્ટ્રિક્ટ ફૂટબોલ ચેમ્પિ.માં અમદાવાદ સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

સિટીના કહાની ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી 27મી સિનીયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં અમદાવાદની ટીમ ચેમ્પિયન બની છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસીએશન દ્વારા યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં અમદાવાદ જૂનાગઢને 2-0થી હરાવી ચેમ્પિયન બન્યું છે. અમદાવાદની ટીમના મુસા સૈયદે પહેલાં હાફની 20મી મિનિટે ગોલ કરતાં અમદાવાદની ટીમે લીડ મેળવી હતી. પહેલાં હાફમાં જુનાગઢની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. બીજા હાફમાં અમદાવાદના વિશ્વનાથ પટેલે 56મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. અમદાવાદ સિટીના મજબુત ડિફેન્સે જુનાગઢની ટીમને એક પણ ગોલ કરવાં દીધો ન હતો. અમદાવાદ સિટીની ટીમ ચેમ્પિયન બનતાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ અરુણસિંહ રાજપુતે ખેલાડીઓને ટ્રોફી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...