તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News After Teaching Her Driving She Made Obscene Gestures Against Sagira In The Car 055113

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રાઇવિંગ શીખવતા આધેડે કારમાં સગીરા સામે અશ્લીલ હરકતો કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ટ્રેનર પાસે કાર શીખવા જતી સગીરાની સામે જ ટ્રેનરે અશ્લીલ હરક્તો કરી હતી. ટ્રેનરની બિભત્સ હરક્તોના કારણે સગીરા ડરી ગઇ હતી અને આ અંગે તેણે તેની માતાને જાણ કરતાં માતાની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે આધેડ વયના ટ્રેનરની ધરપકડ કરી છે.

માતાને રસ્તામાં ઉતારી સૂમસામ જગ્યાએ લઇ ગયો હતો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુરમાં રહેતી એક સગીરા આધેડ વયના ખાનગી ટ્રેનર દિનેશ પાસે કાર શીખવા જતી હતી. દરરોજ સગીરા કાર શીખવા માટે એકલી જતી હતી ત્યારે તેને ટ્રેનર દિનેશનો વ્યવહાર અજુગતો લાગ્યો હતો પરંતુ તેણે એ તરફ ધ્યાન આપ્યું નહતું. દરમિયાન એક દિવસે સગીરાની માતા પણ ટ્રેનિંગ દરમિયાન દીકરીની સાથે કારમાં બેઠી હતી.

આ સમયે કાર થલતેજ ટીવી ટાવર નજીક પહોંચતા ટ્રેનર દિનેશે સગીરાની માતાને કારમાંથી ઉતારી દીધાં હતાં. ત્યારબાદ દિનેશ સગીરાને લઈને કાર સૂમસામ રસ્તા પર લઈ ગયો હતો. જ્યાંં કાર થોભાવડાવી હતી અને કારની અંદર જ સગીરાની સામે જ અશ્લિલ કરક્તો કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે સગીરાએ ગભરાઈને બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. આ સમયે દૂર ઊભેલી માતાને કંઈક અજુગતું લાગતાં તે ત્યાં પહોંચી ગઈ હતી. સગીરાએ તેની માતા સમક્ષ સમગ્ર બિના વર્ણવતાં મહિલાએ દિનેશને ઠપકો આપ્યો હતો અને આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી દિનેશની ધરપકડ કરી છે.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર આરોપી દિનેશ તેના બહેન-બનેવી સાથે રહેતો હતો. અને થોડા સમય પહેલા તેની પત્ની મૃત્યુ પામી છે અને બાળકો દિનેશની સાસરીમાં રહે છે.

આધેડ પોર્ન જોવાનો શોખીન હતો
આરોપી દિનેશ બ્લૂ ફિલ્મો જોવાનો શોખીન છે. તેણે એક બ્લૂ ફિલ્મમાં જોયું હતું કે છોકરી સામે અશ્લીલ હરક્તો કરવાથી છોકરી પુરુષના પ્રેમમાં પડી જાય છે. આ ફિલ્મની અસરમાં આધેડ વયના દિનેશે પોતાની પુત્રીની ઉમરની સગીરા સાથે આ શરમજનક હરકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો