• Gujarati News
  • National
  • Ahmedabad News After Spending 10 Days In The Isolation Ward I Understand The Value Of Staying Home 055122

આઈસોલેશન વોર્ડમાં 10 દિવસ વીતાવ્યા પછી મને ઘરમાં રહેવાની કિંમત સમજાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેં કોરોનાને હરાવી દીધો

સુખદ સમાચાર

ગુજરાતમાં પહેલીવાર એક જ દિવસમાં 2 કોરોના પોઝિટિવ દર્દી સાજા થયા; અમદાવાદ અને સુરતની મહિલા ઘરે પહોંચી

...આ દિવસોમાં અંતર જરૂરી છે

SVP હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે મહિલાએ નર્સિંગ સ્ટાફ સાથે સેલ્ફી લીધી હતી. (સંબંધિત અહેવાલ સિટી ફ્રન્ટ પેજ પર )

સુરતની સાજી થયેલી મહિલાના સમાચાર વાંચો અંદરના પાને

ઓહ માય ગોડ... (કોરોના વાઈરસમાંથી સાજા થવાની પોતાની કથની કહેવાની શરૂઆત જ એ ભગવાનને યાદ કરીને કરે છે અને એની વાતમાં વારંવાર ભગવાનનો ઉલ્લેખ આવતો રહે છે.) 18મી માર્ચે એસવીપી હોસ્પિટલનાં કોરોના માટેના આઈસોલેશન વોર્ડમાં હું દાખલ થઈ ત્યારે ત્યાં મારી જેવી ચારથી પાંચ વ્યક્તિઓ લક્ષણોવાળી હતી. ત્યારે મને ખબર નહોતી કે એમાં અમારા બે જણના ટેસ્ટ પોઝિટિવ આવશે.

કોરોના માટેના ટેસ્ટની પ્રક્રિયા પણ ઓછી પીડાદાયક નથી. એક શ્વાસને નાકની છેક અંદર અને બીજા શ્વાસને ગળાની છેક અંદર ઉતારવામાં આવે છે. આ પછી બ્લડ ટેસ્ટ અને છાતીનો એક્સ-રે પણ કરવામાં આવે છે. હું સતત ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારો ટેસ્ટ પોઝિટિવ ન આવે. પણ જ્યારે ડોક્ટરોએ કહ્યું કે મારા ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે ત્યારે મને આંચકો લાગ્યો હતો.

મને ટેસ્ટના રિઝલ્ટ પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. મને સમજાતું જ નહોતું કે આવું કેવી રીતે થઈ શકે? હું જે દેશમાં ગઈ હતી ત્યાં તો કોરોનાનો કોઈ કેસ પણ નહોતો અને મેં તો આટલી બધી કાળજી લીધી હતી. પણ હું કોરોના પોઝિટિવ હતી એ સત્ય હતું અને હવે મને ડર લાગવા માંડ્યો હતો. આમ તો હું સ્ટ્રોંગ પર્સન છું. પણ કોરોનાના કારણે મને ભય અને ચિંતા બંને હતા. મારા પરિવારની મને ઘણી ચિંતા હતી. મારા માટે કોરોના પોઝિટિવ આવ્યા છતાં એક રાહત હતી મને કોરોનાના ગંભીર લક્ષણો નહોતા. એટલે મને એક દિવસ પણ વેન્ટિલેટર પર કે ઓક્સીજન પર રખાઈ નહોતી.

પહેલાં સાત દિવસ તો મને વાંધો ન આવ્યો પણ આઠમા દિવસે જે રીતે કોરોનાએ પોત પ્રકાશ્યું તેથી હું ડરી ગઈ હતી. વાત કરતાં પણ મને ગળામાં દબાણ લાગવાનું શરૂ થઈ ગયું હતું. શ્વાસ પણ ભારે થવા માંડ્યો હતો. મારો વિશ્વાસ ડગી ગયો હતો. મને લાગ્યું કે વાઈરસ સામેના જંગમાં મારું શરીર હારી રહ્યું છે. ...અનુસંધાન પાના નં. 8

મુંગાક પટેલ / અમદાવાદ | કોરોનાના ભયની વચ્ચે આ સુખદ સમાચાર છે. ગુજરાતમાં પહેલીવાર રવિવારે કોરોનાના 2 દર્દી સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. બંને મહિલા છે. આરોગ્ય સચિવ જયંતી રવિનું કહેવું છે કે દર્દી ઝડપથી સાજા પણ થઈ રહ્યાં છે. અમદાવાદની મહિલાએ બધા દર્દીઓ અને લોકોનો જુસ્સો વધારવા પોતાની 10 દિવસની કહાની જણાવી...

કુલ પાનાં = 16 કિંમત ~ 4.00, વર્ષ 17, અંક 305, મહાનગર

12 રાજ્ય | 65 સંસ્કરણ

ચૈત્ર સુદ - 6, િવક્રમ સંવત 2076

અમદાવાદ, સોમવાર, 30 માર્ચ, 2020
અન્ય સમાચારો પણ છે...