તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડવોકેટ વેલ્ફેર ફંડ ફી ઓનલાઇન પણ સ્વીકારાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એડવોકેટ વેલ્ફેર ફંડની સ્કીમમાં કરાયેલો તોતિંગ વધારો ઓનલાઇન સ્વીકારાશે. ફી પોતાના બાર એસોસિયેશનમાં રોકડ ભરવાનો પણ અનુરોધ કરાયો છે. બાર કાઉન્સિલે 1 જાન્યુઆરી 2019થી નાણાંકીય કામકાજ ઓનલાઇન શરૂ કરાયું છે. આથી તાલુકા અને જિલ્લાના વકીલોએ વકીલાતના અનુભવ પ્રમાણે વેલ્ફેર ફંડ સ્કીમમાં જોડાયેલા 43 હજાર વકીલોને અનુરોધ કરતા બાર કાઉન્સિલે જણાવ્યું છે કે, એડવોકેટ વેલ્ફેર ફંડની સ્કીમમાં વકીલાતની પ્રેક્ટિસ મુજબ ફીનું ધોરણ નક્કી કરાયું છે. જે ફી ઓનલાઇન ભરી શકાશે અથવા પોતાના બારમાં રોકડ ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...