તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Adani Passenger Gets Rs177 Bid Ahmedabad 50 Year Contract For Ahmedabad Airport 025012

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ અેરપોર્ટ માટે અદાણીની પેસેન્જર દીઠ Rs.177ની બીડ, 50 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ સ્થિત અદાણી જૂથે એરપોર્ટના ખાનગીકરણના ભાગરૂપે થયેલી હરાજીમાં પાંચ એરપોર્ટ ઓપરેટ કરવાનો કોન્ટ્રાક્ટ જીતી લીધો છે. આ એરપોર્ટમાં અમદાવાદ, જયપુર, લખનઉ, મેંગ્લુરુ અને થિરુઅનંતપુરમનો સમાવેશ થાય છે. આ કોન્ટ્રાક્ટ 50 વર્ષ માટે આપવામાં આવ્યો છે. ગુવાહાટી એરપોર્ટની પણ હરાજી થવાની હતી પણ હાઈકોર્ટના સ્ટેને કારણે હવે તેની હરાજી મંગળવારે થશે. પેસેન્જર દીઠ ચૂકવવામાં

...અનુસંધાન પાના નં. 14આવતી ફીના આધારે જે કંપનીએ સૌથી વધારે બીડ કરી હતી તેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કુલ 10 કંપનીઓ તરફથી 32 ટેકનિકલ બીડ કરવામાં આવી હતી. અદાણી જૂથે અમદાવાદ એરપોર્ટ માટે પેસેન્જરદીઠ રૂ. 177નો સૌથી ઊંચો ભાવ ભરતા તેને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. નોંધપાત્ર બાબત એ છે કે જીએમઆર દ્વારા આ પાંચેય એરપોર્ટ માટે ડબલ આંકમાં બોલી લગાવાઈ હતી જ્યારે અદાણી જૂથે તમામ એરપોર્ટ માટે પેસેન્જરદીઠ રૂ. 150થી વધુનો ભાવ ભર્યો હતો.

અમને આ કોન્ટ્રાક્ટ મળવાનો આનંદ છે. ભારતીય એવિએશન ઉદ્યોગ વિકસી રહ્યો છે. આ તમામ એરપોર્ટને અમે વૈશ્વિકસ્તરના બનાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીશું. સરકાર પણ દરેક એરપોર્ટ વિશ્વકક્ષાના બનાવવા માગે છે. પ્રવક્તા, અદાણી જૂથ

કર્મચારીઓએ ભૂખ હડતાળ શરૂ કરી

સરકાર દ્વારા શરૂ કરાયેલ અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયાના વિરોધમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનના નેતૃત્વમાં અમદાવાદ એરપોર્ટ પર કર્મચારીઓએ ભૂખ હડતાલ શરૂ કરી છે. અલગ કર્મચારીઓ ભૂખ હડતાલમાં જોડાશે તેમ અમદાવાદ એરપોર્ટના યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટની આવક અને પ્રોફિટ

વર્ષ આવક પ્રોફિટ પેસેન્જર

2014-15 230 કરોડ 58 કરોડ 5011875

2015-16 285 કરોડ 74 કરોડ 6455939

2016-17 340 કરોડ 89 કરોડ 7350615

2017-18 375 કરોડ 139 કરોડ 9131137

પેસેન્જર દીઠ કરાયેલી વિવિધ ઓફર
એરપોર્ટ અદાણી GMR NIIF AMP PNC ઓટો સ્ટ્રેડ I-ઇન્વેસ્ટ.

અમદાવાદ 177 85 146 127 66 60 93

તિરુવનંતપુરમ 174 69 - - - - -

લખનઉ 171 63 - 139 27 55 39

મેંગલુરુ 168 63 - - - - -

જયપુર 115 18 155 139 36 48 72

કર્મચારીઓએ ભૂખ હડતાળ શરૂ કરી | સરકાર દ્વારા શરૂ કરાયેલ અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયાના વિરોધમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનના કર્મચારીઓએ અમદાવાદ એરપોર્ટ પર ભૂખ હડતાળ શરૂ કરી છે. હજુ વધુ કર્મચારીઓ ભૂખ હડતાળમાં જોડાશે તેમ યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું.

એરપોર્ટ પર પેસેન્જર સર્વિસ મોંઘી થશે
ખાનગીકરણથી એરપોર્ટ પર પેસેન્જર દીઠ વસૂલાતી એરપોર્ટ ડેવલપમેન્ટ ફી (યુડીએફ)ના ચાર્જમાં 5થી 10 ગણો વધારો થાય તેવી શક્યતા છે. હાલ અમદાવાદ એરપોર્ટ પર યુડીએફ ચાર્જ 85 રૂપિયા વસૂલ કરવામાં આવે છે જે હવે વધીને 500 રૂપિયાથી 800 રૂપિયા સુધી થાય તેવી શક્યતા છે. એજ રીતે એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ તેમજ ખાણીપીણીના સ્ટોલ પર વસ્તુઓના ભાવમાં પણ ધરખમ વધારો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો