તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Action Will Be Taken Against Railway Employees Who Are Leasing The Premises Of Railway Colony 055005

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે કોલોનીના મકાન ભાડે આપતા રેલવે કર્મચારીઓ સામે પગલાં લેવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ સહિત દેશભરમાં આવેલી રેલવે કોલોનીમાં ફાળવાયેલાં મકાનો ભાડે આપી અનેક રેલવે કર્મચારીઓ શહેરના અન્ય વિસ્તારોમાં રહે છે. આવા મકાનોમાં ભાડૂતો રહેતા હોવાની સાથે અનેક સ્થળે દારૂ-જુગારની બદીઓ પણ ચાલતી હોવાનું ઉચ્ચ રેલવે અધિકારીઓના ધ્યાને આવ્યું છે. જેની સામે રેલવે બોર્ડે આવાં મકાનો 1મહિનામાં ખાલી કરાવી તે અંગે 17 ફેબ્રુઆરી સુધીમાં રેલવે બોર્ડમાં રિપોર્ટ કરવા તમામ ઉચ્ચ અધિકારીઓને સૂચના અપાઈ છે.

રેલવે બોર્ડે આદેશમાં જણાવ્યું કે, રેલવે કોલોનીના મકાનો રેલવે કર્મચારીઓ અને આશ્રિતો માટે જ છે અન્ય લોકો માટે નથી. જો તપાસમાં આવા મકાનો મળશે તો મકાન ભાડે આપનારા કર્મચારી સામે પગલાં લેવાશે તેમજ તેના નામે ફાળવાયેલા મકાન કેન્સલ કરાશે. ઉલ્લેખનીય છે કે, મણિનગર, કાંકરિયા, વટવા, અસારવા, સાબરમતીમાં આવેલી રેલવે કોલોનીમાં બહારના લોકો રહે છે અને રેલવે કર્મચારીઓ અન્ય વિસ્તારમાં મકાન રાખી રહેતા હોવાનું ધ્યાને આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો