તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Acid Attack On 5 Dogs Including Labrador In The Horseman39s Society 055130

ઘોડાસરની સોસાયટીમાં લેબ્રાડોર સહિત 5 કૂતરા પર એસિડ એટેક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોડાસર કેડિલા બ્રિજ પાસેની ચંદ્રલોક સોસાયટીમાં 5 કૂતરાઓ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. એસિડ એટેકનો ભોગ બનેલા 5માંથી 4 શેરી કૂતરા હતા જ્યારે એક પાલતું લેબ્રાડોર હતંુ. જો કે એસિડ એટેકથી ભયભીત બનેલા આ પાંચેય કૂતરા સોસાયટી છોડીને જતા રહ્યા હતા, પરંતુ એક - બે દિવસ પછી જાતે પાછા આવી જતા તેમની સારવાર કરાવાઈ હતી.

એનિમલ લાઈફ કેર સંસ્થાના વિજય ડાભીએ જણાવ્યું હતું કે કૂતરાની સારવાર કરાઈ છે. એકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જ્યારે લેબ્રાડોરના માલિક દીપક જયસીંઘાનીએ ઘોડાસર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં તેમણે લખ્યું હતુ કે પાંચ કૂતરા ઉપર કોઇએ ઈરાદાપૂર્વક જ એસિડ એટેક કર્યો હતો. જેથી આ પ્રકારનું કૃત્ય કરનારા જે પણ હોય તેમને પકડવામાં આવે અને સજા કરવામાં આવે. સ્થાનિકોનું કહેવું છે કે, કૂતરા રાત્રે ભસતાં હોવા ઉપરાંત કાર પર ચઢીને બેસી જતા હોવાથી કોઈકે એસિડથી હુમલો કર્યાની શંકા છે.

અન્ય સમાચારો પણ છે...