તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News According To The 39why Did You Sit Down The Constable Placed A Hot Oil On The Wife39 054523

‘તું નીચે બેસવા કેમ ગઈ’ તેમ કહીને કોન્સ્ટેબલે પત્ની પર ગરમ તેલ નાખ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ચારિત્ર્ય અંગે શંકા રાખી પોલીસ કર્મચારી પતિ છેલ્લા 15 વર્ષથી પત્નીને યુનિફોર્મના બેલ્ટ અને લાકડીથી ફટકારતો હતો. છતાં પત્ની મૂંગા મોઢે સહન કરતી હોવાથી પોલીસ કર્મચારીએ ‘ફ્લેટમાં નીચે બેસવા કેમ ગઇ?’ તેમ કહી પત્નીને પેટમાં ચપ્પુ મારી દીધું હતું તેમજ ગરમાગરમ તેલની કડાઈ પત્ની પર રેડ્યું હતું. પત્નીએ પતિ તેમજ સાસુ, સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પતિ અને સાસુ,સસરા સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ભાવનગરના તણસા ગામના રહેવાસી રંજનબા(37)નાં લગ્ન 15 વર્ષ પહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ વાઘેલા સાથે થયાં હતાં. સંતાનમાં તેમને દીકરી મેઘનાબા(14) છે. શક્તિસિંહ હાલમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને હાલમાં તેઓ ન્યૂ રાણીપ અયોધ્યાનગર સોસાયટીમાં રહે છે. લગ્નના 1 વર્ષ બાદથી જ શક્તિસિંહ રંજનબાના ચારિત્ર્ય અંગે શંકા-વહેમ રાખીને શારીરિક - માનસિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં સાસુ મનહરબા પણ શક્તિસિંહને કાન ભંભેરણી કરતાં હતાં. જ્યારે સસરા સુખદેવસિંહ ઘરમાં ગંદી ગાળો બોલતા હતા.

લગભગ 6 વર્ષ પહેલા રંજનબા રસોડામાં ચા - નાસ્તો બનાવી રહ્યાં હતાં ત્યારે શક્તસિંહ રસોડામાં આવ્યા હતા અને રંજનબા ઉપર ગુસ્સે થઇને તેમને કહેવા લાગ્યો હતો કે ગઇકાલે તું નીચે બેસવા માટે કેમ ગઇ હતી. તેમ કહી રસોડામાં પડેલું ચપ્પુ પેટમાં મારી દીધું હતું. આટલું જ નહીં નાસ્તા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું તે કડાઈ ઊંચી કરીને રંજનબાનાં માથે તેલ રેડી દીધું હતું. જેથી ગંભીર રીતે દાઝી ગયેલાં રંજનબાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. ત્યારબાદ 4 દિવસ પહેલા શક્તિસિંહે ઝઘડો કરીને અસહ્ય માર મારતા આખરે રંજનબાએ આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સંસાર બગડે નહીં એટલે વર્ષોથી સહન કરતાં
શક્તિસિંહ અને સાસુ - સસરા છેલ્લા 15 વર્ષથી રંજનબાને શારીરિક - માનસિક ત્રાસ આપતા હતા. પરંતુ ઘરસંસાર બગડે નહીં એટલે તેઓ મૂંગા મોઢે બધું સહન કરતાં હતાં. જો કે પિયર પક્ષના સભ્યો પણ રંજનબાને સમજાવીને મામલો શાંત પાડી દેતા હતા.

અન્ય સમાચારો પણ છે...