તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છૂટાછેડા બાદ પણ સાસરિયાં ત્રાસ આપતા હોવાથી યુવકનો અપઘાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાણીલીમડામાં રહેતા યુવકના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં તેના સાસરિયાં તથા પત્ની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરતા હતા. જેથી તંગ આવીને યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગે યુવકના પિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં યુવકના સાસરિયાં વિરુદ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

દાણીલીમડાના જેઠાલાલની ચાલીમાં રહેતા પ્રવીણ મકવાણાએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પુત્ર સંદીપ મકવાણાએ માર્ચ 2019માં ઈડર ખાતે રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બન્ને સાબરમતી ખાતે રહેવા ગયા હતા. જોકે યુવતીના પરિવારજનો આ લગ્નથી નાખુશ હોવાથી તે એક અઠવાડિયા પછી તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી અને ત્યારબાદ ગાંધીનગરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં સંદીપ વિરુદ્ધમાં અરજી કરી હતી. આથી સંદીપે યુવતી સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ યુવતીએ ઈડર પોલીસ સ્ટેશનમાં સંદીપ અને તેના પરિવારના વિરુદ્ધમાં ધાકધમકી આપીને મરજી વિરુદ્ધ છૂટાછેડા કરાવ્યાની અરજી કરી હતી. યુવતીએ ફોન કરી સમાધાન માટે પૈસાની માંગણી કરી હતી. અવાર નવાર પોલીસ ફરિયાદ અને પૈસાની માંગણીથી સંદીપ તંગ આવી ગયો હતો. દરમિયાન નોકરીથી રાતે ઘરે આવ્યો ત્યારે સંદીપે ઝેરી દવા પી લીધી હતી. જોકે મોંઢામાં ફીણ આવતા પરિવારજનોને જાણ થઈ હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આ‌વ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે સંદીપના પિતાએ યુવતી સહિત સંદીપના સાસરિયાં વિરુદ્ધમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સમાધાન માટે પૈસાની માગણી કરી હતી
આપઘાત પહેલા યુવકે લખ્યું હતું કે, ‘મારી પત્ની, સાસુ, સાળી, સસરાના ત્રાસથી કંટાળી ગયો છું. મારી પાસે પૈસાની માંગણી કરે છે તથા અવાર નવાર પોલીસ સ્ટેશનમાં અરજી કરાય છે, જેથી હું તમામ લોકોથી તંગ આવીને છેલ્લે આપઘાત કરી રહ્યો છું’.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો