તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગની આડમાં અને રિક્ષામાં હેરાફેરી કરાતી ચાઇનીઝ દોરી સાથે કુલ ચાર લોકોની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણના તહેવાર દરમિયાન માનવીઓ માટે ઘાતક પુરવાર થયેલી ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા માટે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીના અનુસંધાને શાહપુર પોલીસ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે લોકોને ઝડપી લીધા હતા.

શાહપુર પોલીસની ટીમે દિનબાઈ ટાવરથી ખાનપુર જે.પી.ચોક વચ્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન ઓટોરિક્ષામાં ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને પસાર થઈ રહેલા મોહંમદ રફીક શેખ તથા રીક્ષાચાલક મોહંમદ ઈદરીશ મનસુરીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રિક્ષામાંથી ચાઈનીઝ દોરી ભરેલા 48 નંગ રોલ અને ઓટોરિક્ષા મળી કુલ રૂ.40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમિયાન રામોલમાં સુરેલિયા સર્કલ પાસે પતંગ વેચવાની આડમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહેલા રાહુલ વાઘેલાની બાતમી મળી હતી, આથી રામોલ પોલીસે બનાવટી ગ્રાહક ઊભો કરીને હકીકત ચકાસણી કરીને પતંગની આડમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો રાહુલ વાઘેલાને ઝડપી લેતા તેની પાસેથી ચાઈનીઝ દોરીના 10 નંગ ટેલર જપ્ત કર્યા હતા.

જ્યારે બીજી ઘટનામાં મેઘાણીનગરના ચમનપુરા સર્કલ પાસે એક વ્યક્તિ થેલીમાં ચાઈનીઝ દોરીનો જથ્થો લઈ ને ફરી રહી હોવાની મેઘાણીનગર પોલીસને બાતમી મળી હતી, જેથી પોલીસે થેલીમાં ચાઈનીઝ દોરીની હેરફેર કરતા બળદેવ પટણીને ઝડપી લીધો હતો, જેની પાસેથી ચાઈનીઝ દોરીના 11 નંગ ટેલર જપ્ત કર્યા હતા. આ બંન્ને બનાવ અંગે પોલીસે બંને શખસ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

શાહપુર, રામોલ અને મેઘાણીનગરમાં ચાઇનીઝ દોરીના 69 ટેલર જપ્ત કરાયા
ઉત્તરાયણ નજીક હોવાથી બ્લેકમાં વેચાય છે
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર એકબીજા સાથે પેચ લડાવવાની મજામાં ઘાતક ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં અમુક લોકો તેને અવગણી આવી ચાઇનીઝ દોરી ખરીદી માનવી તેમજ પશુપંખીઓના જીવન સામે જોખમ ઉભુ કરી રહ્યા છે. વેપારીઓ પૈસા કમાવવાની લાલચમાં આવી જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. સામાપક્ષે ચાઈનીઝ દોરીનો ગેરકાયદે વેપાર કરનારા લોકોને જેમ જેમ ઉત્તરાયણના દિવસો નજીક આવે તેમ રોજબરોજ ચાઈનીઝ દોરીના ભાવમાં વધારો મળે છે. અમુક સમયે તો પતંગબાજો બ્લેકના પૈસા આપીને પણ ચાઈનીઝ દોરી ખરીદતા ખચકાતા નથી. પોલીસ ચાઈનીઝ દોરી વેચનારાને પકડે છે, જોકે નાગરીકોએ જાતે આ ઘાતક દોરીને જાકારો આપવો પડશે, જો કોઈ ખરીદતુ હશે તો ચાઈનીઝ દોરી માર્કેટમાં આવશે ને આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો