તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ બાબતે માતાએ ઠપકો આપતા કિશોરીએ ઘર છોડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેમનગર જાદવનગરમાં રહેતા એક દંપતીને 5 સંતાનો છે. બે બહેનની સાર સંભાળ રાખવાથી અને ઘરકામની તમામ જવાબદારી 13 વર્ષની કિશોરીનાં માથે હતી. તા.22 ફેબ્રુઆરીએ બપોરે ઘરે નાની બે બહેનો સાથે રમી રહેલી આ કિશોરી એકાએક ક્યાંક જતી રહી હતી. નાની દીકરીએ માતાને ફોન કરીને જાણ કરતા માતા-પિતા ઘરે આવ્યા હતા અને તપાસ કરી પણ તે ક્યાંય મળી ન હતી.

જેથી આ અંગે કિશોરીના પિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. તા.24 ફેબ્રુઆરીને રવિવારે તે જાતે જ ઘરે આવી ગઇ હતી. જેથી તેના માતા-પિતા તેને પોલીસ સ્ટેશન લઇ જતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે બે નાની બહેનોની સારસંભાળ અને ઘરકામ બાબતે માતા અવારનવાર ટકોર કરતી હોવાથી તે ઘર છોડીને જતી રહી હતી. તે બસમાં બેસીને રાજસ્થાનના ખેરવાડા પહોંચી હતી પરંતુ પૈસા ખલાસ થઇ જતા તે વળતી બસમાં બેસીને અમદાવાદ પાછી આવી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો