તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર સબ ઓફિસરની 21 જગ્યા માટે નવેસરથી પરીક્ષા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ફાયર બ્રિગેડમાં સબ ઓફિસર માટેની લાયકાત અને પ્રમોશનના મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે મ્યુનિ. તંત્રએ આ જાહેરખબર પરત ખેંચી લેવાની હાઇકોર્ટને જાણ કરતા આખરે કેસનો નિકાલ થયો છે.

હાઇકોર્ટને નિર્ણયની જાણ કરતાં કેસનો નિકાલ
ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા કર્મચારીઓએ એડવોકેટ મૌલિન પંડ્યા મારફત હાઇકોર્ટમાં કરેલી રિટમાં એવી રજૂઆત કરી હતી કે, મ્યુનિ. દ્વારા સબ ઓફિસરની ભરતી માટે અપાયેલી જાહેરાતમાં ધોરણ-4 પાસની શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે. તેના કરતા ‌‌વધારે લાયકાત તેની નીચેની કક્ષાના ઉમેદવારો કર્મચારીઓની રાખવામાં આવી છે.

24મીની પરીક્ષાનો 244 ફાયરકર્મીઓ બહિષ્કાર કર્યો હતો. મ્યુનિ.એ હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતીકે, આ સંજોગોમાં પરીક્ષા યોજાઇ શકી ન હતી. હવે આગામી દિવસોમાં નવેસરથી ભરતી પ્રક્રિયાની પરીક્ષા યોજવામાં આવશે. તે માટે નવેસરથી જાહેરખબર આપવામાં આવશે. તે ધ્યાને લઇ હાઇકોર્ટે કેસનો નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો