તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એગ્રીમાં વર્ષની ટોચથી 50%થી વધુનો ઘટાડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એગ્રી કોમોડિટીમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં એગ્રી કોમોડિટી ટોચ પરથી સરેરાશ 50 ટકાથી વધુ ઘટી છે. રવી પાકના રેકોર્ડબ્રેક ઉત્પાદનના અંદાજો તેમજ કોરોના વાયરસના કારણે જાન્યુઆરી માસથી એગ્રી કોમોડિટીની નિકાસ અટકતા ભાવ ઝડપી તૂટી રહ્યાં છે. છેલ્લા એક માસમાં મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં સરેરાશ 5-20 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. મોટા ભાગની કોમોડિટીના ભાવ ટેકાની અંદર ચાલી રહ્યાં છે. આજે ધાણા, ખોળ, ગમ-ગવાર, સોયાબીન તથા હળદરમાં વધુ 4 ટકાનો કડાકો બોલ્યો હતો.

કરન્સી માર્કેટમાં ડોલરમાં સંગીન સ્થિતી રહી છે. રૂપિયા સામે ડોલર મજબૂત બની 74.24ની સપાટી પહોંચવા છતાં નિકાસકારો લાભ લઇ શકે તેમ નથી. કોરોનાના કારણે નિકાસ અટકી છે. દેશમાંથી રૂ, દિવેલ, મસાલા પાકોની સૌથી વધુ નિકાસ ચીનમાં થાય છે પરંતુ જાન્યુઆરી અંતથી કોરોના વાયરસના કારણે નિકાસ વેપારો અટવાઇ પડ્યાં છે. જોકે, અન્ય દેશોમાં પણ વેપાર ખોરવાયા છે. બીજી તરફ દેશમાં રવી પાકોની આવકોનું પ્રેશર સતત વધી રહ્યું છે જેના કારણે હાજર તેમજ વાયદામાં ભાવ સપાટી સતત ઘસાઇ
રહી છે.

મંદીના માહોલમાં વાયદામાં વોલ્યુમ કપાયા

એગ્રી કોમોડિટીમાં છેલ્લા એક માસથી ભાવ સતત ઘસાઇ રહ્યાં હોવાના કારણે વાયદામાં વોલ્યુમ સતત ઘટી રહ્યાં છે. છેલ્લા એકાદ સપ્તાહથી મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં મંદીના ખેલાડીઓ હાવી બનતા સતત 2-4 ટકા સુધીની મંદીની સર્કિટ લાગી રહી છે. જ્યાં સુધી નિકાસને વેગ નહિં મળે ત્યાં સુધી એગ્રી કોમોડિટીમાં તેજીના સંકેતો નથી તેમજ વાયદાના વેપારને વેગ મળે તેવી શક્યતા અગ્રણી ટ્રેડરો નકારી રહ્યાં છે.

ખોળમાં 52 ટકાની મંદી

વિગત 2019 2020 તફાવત

એરંડા 6234 3856 -38.15%

ચણા 4745 3853 -18.80%

ધાણા 7688 5725 -25.53%

કપા.ખોળ 3698 1759 -52.43%

ગમ 9138 5520 -39.59%

ગવાર 4508 3402 -24.53%

જીરૂ 18405 13305 -27.71%

કપાસ 1234 990 -19.77%

સોયાબીન 4506 3456 -23.30%

હળદર 7360 5520 -25.00%

(નોંધ : ભાવ NCDEXના 2019માં ટોપ, 2020 બોટમ)

ધાણા, ખોળ, ગમ-ગવાર, સોયાબીન તથા હળદરમાં 4%નો કડાકો

નિકાસ અભાવ, વેચવાલી વધતાં એગ્રી કોમોડિટીમાં મંદીની સર્કિટ યથાવત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો