• Gujarati News
  • National
  • Ahmedabad News A Crime Has Been Registered Against The Two Kitsley Keepers At Sea 055029

દરિયાપુરમાં કીટલી ચાલુ રાખનાર બે સામે ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમિયાન દરિયાપુર ચોખા બજાર તિરુપતિ કોમ્પ્લેક્સમાં ચાની કીટલી ખુલ્લી રાખી માણસોનું ટોળું ભેગું કરી જાહેરનામાનો ભંગ કરનાર બે યુવક સામે ગુનો દાખલ થયો છે.

દરિયાપુરમાં પોલીસને બાતમી મળી હતી કે, ચોખા બજાર તિરુપતિ કોમ્પ્લેક્સમાં એક ચાની દુકાન ખુલ્લી છે જ્યાં લોકોના ટોળાં ભેગાં થયાં છે, આથી પોલીસે તે જગ્યાએ દરોડો પાડી ચાની કીટલી બંધ કરાવી વિજય પટણી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એ જ રીતે બગવાડા પાસેના મસ્તાન મોહલ્લાના નાકે એક ચાની કીટલી વાળોએ કીટલી ખુલ્લી રાખનાર મોહંમદ આફતાબ રંગરેજના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...