તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News A Complaint Of Rape Against A Husband Who Was Married To A Married Man In A Temple 024543

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિરમાં લગ્ન કરીને શરીર સંબંધ બાંધનારા પતિ સામે દુષ્કર્મની ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાપુનગરમાં પ્રેમલગ્ન કરનારી યુવતીએ તેના પતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. લગ્ન કર્યા બાદ પ્રેમીએ પોતાની બહેનનાં લગ્ન થઈ જાય પછી યુવતીને પોતાના ઘરે લઈ જશે એવી બાંયધરી આપી હતી. ત્યાર બાદ તે વારંવાર પત્નીના ઘરે પહોંચી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો, જેથી યુવતીને ઘણી વાર ગર્ભ રહી ગયો હતો. પતિએ ગર્ભપાત કરાવી લેવા માટે પણ દબાણ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

બાપુનગરમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી 28 વર્ષીય યુવતી અને નજીકમાં રહેતા યુવકે ગત 24 એપ્રિલે દહેગામના મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો, જેથી તેણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેનો પ્રેમી લગ્ન બાદ ઘરે મૂકી જતો રહ્યો હતો અને કહ્યું હતું કે તેની બહેનનાં લગ્ન થઈ જાય પછી તેડી જશે. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

જ્યારે યુવતીનાં માતાપિતા રાતે સૂઈ જાય ત્યારે પ્રેમી આવીને યુવતીના ઘરના ધાબે સંમતિ વિના શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેના કારણે તેને ગર્ભ રહી ગયો હતો. એ બાદ પણ પ્રેમીએ ગર્ભપાત કરાવવા દબાણ કરી કહ્યું હતું કે, જો તું ગર્ભપાત નહીં કરાવે તો તને મારી નાખીશ.’ આથી યુવતીએ તેના આ પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો