મહિલાનાં પગ પર બસ ચડાવનાર AMTS ડ્રાઇવરને 6 માસની કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરમાં પૂરઝડપે બસ હંકારી મહિલાનો પગ કચડી નાંખનાર એએમટીએસનાં ડ્રાઇવરને ગ્રામ્ય કોર્ટના જજ નેહા રતુસરિયાએ દોષિત ઠરાવી 6 માસની કેદ અને રૂ.1 હજાર દંડનો આદેશ કર્યો છે. કોર્ટે આરોપીને પગ કપાઇ ગયેલી મહિલાને વળતર પેટે રૂ.15 હજાર ચૂકવવાનો પણ નિર્દેશ કર્યો છે.

ઓઢવમાં રહેતા મહેશ રાવલ એએમટીએસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતાં. 18 ફેબ્રુઆરી 2015ના રોજ બપોરે 2.45 વાગે મહેશ રાવલ રૂટ નં.34-4 ની બસ લઇને પૂરઝડપે પસાર થઇ રહ્યા હતાં. ત્યારે અલ્ફીનાબેનને ટક્કર મારતાં તેમના પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. અને વી.એસ.હોસ્પિટલમાં ઓપરેશન કરી પગ કપાવવો પડ્યો હતો. કેસ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નરેન્દ્ર શર્માએ દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી સામે ગુનો પુરવાર કર્યો હતો.