તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News A 30 Year Old Feud Case Has Sentenced Two Accused To Four Years In Prison 055022

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 વર્ષ જૂના ઝઘડાના કેસમાં બે આરોપીને ચાર વર્ષની કેદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નારણપુરામાં 30 વર્ષ પહેલાં યુવકને ‘તારે વટથી નહીં ફરવાનું અને સ્ટાઇલો બહુ નહીં મારવાનું’ કહી લોખંડની સળિયો અને મૂઢ માર મારનાર આરોપી દીપક પટેલ અને વિનોદ પટેલને એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એસ.પાંડેએ 4 વર્ષની સજા અને રૂ.5 હજાર દંડનો આદેશ કર્યો છે. જ્યારે કનુ પટેલ અને રાજુ પટેલને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકયા છે.

ઉસ્માનપુરામાં રહેતા આશિષ દવે 6 ઓગસ્ટ 1989ના રાત્રે 8.30 વાગે સરદાર પટેલ કોલોની ચાર રસ્તા પાસેથી પસાર થતા હતાં ત્યારે વિનોદ પટેલ, દીપક પટેલ, કનુ પટેલ અને રાજુ પટેલે ભેગા મળી આશિષ પટેલને રોકી તેની સાથે ઝઘડો કરી કહ્યું હતું કે, તારે બહુ વટથી નહીં ફરવાનું અને બહુ સ્ટાઇલો મારવાની નહીં. આથી આશિષે કહ્યું કે, તમારો શું વિચાર છે. આશિષની વાત સાંભળી આરોપીઓ ઉશ્કેરાઇ જઇને આશિષને સ્કૂટરનો સળિયો મોંઢા પર માર્યો અને ગડદાપાટુનો મૂઢ માર મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

આ ઘટના અંગે આશીષે ઉપરોકત ચારેય સામે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જે તે સમયે તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસ 30 વર્ષ પછી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.વી.ઉપાધ્યાયે 3 સાક્ષી અને 2 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતાં. કોર્ટે બન્ને પક્ષકારોની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી 4 પૈકી બે આરોપી દીપક અને વિનોદને દોષિત ઠરાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો