પેટીએમનું KYCકરવાના બહાને 95 હજારની ઠગાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટીએમનું કેવાયસી કરવાના બહાને ગઠિયાએ વેપારીને ફોન કરીને રૂ.10નું ટ્રાન્ઝેક્શન કરાવડાવીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. દરમિયાનમાં ગઠિયાએ વેપારીના બેંક એકાઉન્ટ તેમજ એપ દ્વારા ઓનલાઇન 7 ટ્રાન્ઝેક્શનથી 1.09 લાખ ઉપાડી લીધા હતા, જેમાંથી 15 હજાર વેપારીને પાછા મળ્યા હતા, જ્યારે બાકીના રૂ. 95 હજાર મળ્યા ન હતા નારાણપુરા પોલીસમાં તેમણે ફરિયાદ નોંધાવી છે.

નારણપુરા અંકુર ચાર રસ્તા ભદ્રેશ્વર ફ્લેટમાં રહેતા અમિત શાહ(41) અમરાઇવાડી નાગરવેલ હનુમાન મંદિર પાસે નમ્રતા એસ્ટેટમાં શેડ ધરાવીને પેકેજિંગ મટિરિયલના ટ્રેડિંગનો ધંધો કરે છે. 8 ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે અમિતભાઇ ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ તેમને કહ્યું હતું કે, ‘પેટીએમનું કેવાયસી કરવાનું છે તમે 10 રૂપિયાનું એડ મની કરો’ જેથી તેમણે 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યંુ હતું. ત્યારબાદ તે માણસે પ્લે સ્ટોરમાં જઇને કયુએસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતંુ. જેથી અમિતભાઇ તેમના ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યા હતા, પરંતુ ડાાઉનલોડ ન થતા ફોન કરનારે તેમના પત્નીનો નંબર માગ્યો હતો અને તેના પર ફોન કરીને ફોન કરનારના કહેવા પ્રમાણે કયુએસ એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યા હતા.

દરમિયાનમાં તેમના એક કાર્ડમાંથી એક કેબ એપ્લિકેશનમાં બે ટ્રાન્ઝેક્શનથી રૂ.19 હજાર, એક બેંક એકાઉન્ટમાંથી ઓન 2 ટ્રાન્ઝેક્શનથી રૂ.10 હજાર, તેમજ ઝીરો 20 ઈકો સિસ્ટમ પ્રા.ન્યૂ.દિલ્હીમાં 3 ટ્રાન્ઝેક્શનથી રૂ.80 હજાર મળીને કુલ રૂ.1.09 લાખ ઉપાડી લીધા હતા. જેમાંથી 3 ટ્રાન્ઝેક્શનના રૂ.15 હજાર પાછા આવી ગયા હતા. જ્યારે બાકી રહેલા રૂ.95 હજાર પાછા ન આવતા તેણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ગઠિયાએ 3 વખત ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા ઉપાડ્યા

અન્ય સમાચારો પણ છે...