તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News 90 Percent Of The Force Was Put Down To Comply With The Lockdown 055041

લૉકડાઉનનું પાલન કરાવવા 90 ટકા ફોર્સ ઉતારાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં લોકડાઉનનું કડક પાલન કરવા માટે 90 ટકા પોલીસ ફોર્સ અમદાવાદના રસ્તાઓ પર ઉતારી દેવામાં આવી છે. તેમની પાસેથી ત્રણ શિફ્ટમાં કામ લેવામાં આવી રહ્યું છે. આ અંગે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં આરએએફ, એસઆરપી તેમજ હોમગાર્ડના જવાનો તેમજ ટ્રાફિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.

અત્યાર સુધી પોલીસના વાહનો મારફતે લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવતી હતી. હવેથી શહેર પોલીસ દ્વારા
કેટલીક રિક્ષાઓ ભાડે કરવામાં આવી છે, જેથી રિક્ષામાં લાઉડ સ્પિકર લગાવીને લોકોને ઘરમાં રહેવા તેમજ ઈમર્જન્સી સિવાય ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...