તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News 90 Of Households In The State Under The Lpg Connection Are Illuminated 87 034715

90 ટકા ઘરોમાં LPG કનેક્શન ઉજ્જવલા હેઠળ રાજ્યમાં 87%

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| દેશમાં અત્યાર સુધીમાં 90 ટકા ઘરોમાં એલપીજી કનેક્શન પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ થયેલા LPG કનેક્શનમાં 87 ટકા રિફિલ્સ સાથે ગુજરાતે દેશના 80 ટકાની તુલનાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. કેન્દ્રિય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 2016માં સ્કિમ લોન્ચ કર્યા બાદ ગુજરાતમાં કુલ 19.16 લાખ લોકોએ લાભ મેળવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પો.ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર એસએસ લાંબાએ જણાવ્યું કે પીએમયુવાય લાભાર્થીઓ દ્વારા સિલિન્ડર રિફિલ બાબતે ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે સારો દેખાવ કર્યો છે. માથાદીઠ વાર્ષિક 1.13 સિલિન્ડરની ખપત રહી છે. દેશમાં હજુ સુધી મોટા ભાગનો એલપીજી આયાત કરવામાં આવી રહ્યો છે. સરકાર ઉત્પાદન વધારા પ્રત્યે સતત ભાર મુકી રહી છે.

અન્ય સમાચારો પણ છે...