તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલડીના મહિલા ગૃહ અને ઘરમાંથી 6 મોબાઈલ ચોરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેના મહિલા ગૃહમાં વહેલી સવારે ઘુસી આવેલો તસ્કર અડધો જ કલાકમાં 4 મહિલાના મોબાઈલની ચોરી ગયો હતો, જ્યારે આ જ તસ્કર બાજૂના એક ઘરમાંથી પણ 2 મોબાઈલ ચોરી ગયો હતો.

પાલડી ભગવાનનગર પાસેના ચંદ્રમણિ ફલેટમાં રહેતા હેમાનીબહેન શાહ શનિવારે સવારે ફલેટના ડ્રોઈંગ રૂમમાં બે ફોન ચાર્જિંગમાં મૂકીને ઘરનો દરવાજો આડો કરીને દેરાસરમાં ગયા હતા. દેરાસરેથી ઘરે પાછા આવ્યા અને જોયું તો બંને ફોન ન હતા. દરમિયાનમાં તેમને જાણવા મળ્યું હતુ કે, તેમના ઘર નજીક આવેલા શ્રીમતી સુલોચનાબહેન નરોત્તમભાઇ મહિલા ગૃહમાંથી પણ 4 મહિલાના ફોન ચોરાયા હતા. જેથી આ અંગે હેમાનીબહેને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સવારે 7 થી 7.30 વાગ્યા સુધીમાં તેમના ઘરમાં તેમજ ઘર નજીકના મહિલા ગૃહમાં ઘુસી આવેલો તસ્કર રૂ.50 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન ચોરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો