તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લોટની સ્કીમ મંજૂર થયાનું કહી વેપારી સાથે 56 લાખની છેતરપિંડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ગ્લોબલ અમન ઇન્ફ્રાટેક પ્રા. લિ. કંપનીના ડિરેક્ટર તથા તેમની પત્ની સામે પ્લોટની સ્કીમ પાડી એક વેપારી પાસેથી રૂ. 56 લાખ મેળવી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. દંપતીએ મળીને ખેડામાં પ્લોટ સ્કીમનો પ્લાન મંજૂર થયો છે તેવું કહી વેપારીને વિશ્વાસમાં લેતા વેપારીએ 14 પ્લોટ ખરીદ્યા હતા. જોકે આવો કોઈ રિવાઇઝ પ્લાન મુકાયો જ ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું.

ખેડામાં રેડ ફ્લેગ વેલી નામની સ્કીમ પાડી પ્લાન મંજૂર થયો હોવાનું કહી વેપારી પાસે 14 પ્લોટ ખરીદાવ્યા, ખોખરા પોલીસમાં ફરિયાદ
સેટેલાઇટ મંદિર એપાર્ટમેન્ટમાં રહેતા નારોલમાં ટેક્સટાઇલ કલર, કેમિકલ અને જલઉ લાકડાનો વ્યવસાય કરતા સુરેશભાઈ ઠક્કરે ગ્લોબલ અમન ઇન્ફ્રાટેક પ્રા. લિ. કંપનીના ડિરેક્ટર પુરુષોત્તમ અગ્રવાલ તથા તેમની પત્ની સોમના સામે રૂ. 56 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે, પુરુષોત્તમ અગ્રવાલને તેઓ પોતાના મિત્ર રાજેશભાઈના માધ્યમથી નવેમ્બર 2014માં મળ્યા હતા.

પુરુષોત્તમે ખેડાના ગામ ધરોડામાં રેડ ફ્લેગ વેલી નામની રહેણાક માટેની કુલ 129 પ્લોટની સ્કીમ મૂકી હતી, જે પાસ થઈ ગઈ છે તેવું કહેતા સુરેશભાઈ મિત્રો સાથે આ સ્કીમની જગ્યા જોવા માટે ગયા હતા. ત્યાર બાદ 2-3 દિવસ પછી સુરેશભાઈએ ખોખરાની મહેન્દ્રકુંજ સોસાયટીમાં રહેતા મિત્ર વિજયસિંહ ચાવડાના ઘરે પુરુષોતમ અગ્રવાલ પાસે 14 પ્લોટ રૂ. 1,14,51,600ના ભાવે ખરીદ્યા હતા. તેના બાનાપેટે 9 લાખનો ચેક આપ્યો હતો. એ બાદ બાનાખત માટે 17 લાખ આપ્યા હતા. બાનાખતમાં નક્કી કરેલા સમયમાં ચૂકવવાના 56 લાખ ચૂકવી દીધા છતાં પુરુષોત્તમ તેમને પ્લોટના દસ્તાવેજો આપતા નહોતા. આથી તેમણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આવી કોઈ જમીન પર કોઈ રિવાઇઝ પ્લાન મુકાયેલો ન નથી. આથી છેતરાયાનું જણાતાં ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો