તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના 52% લોકો લોન લેવા માટે તૈયારઃ સર્વે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| લોન લેવામાં ઈચ્છુક અમદાવાદ અગ્રણી શહેર તરીકે ઉભરી આવ્યું છે એવું હોમ ક્રેડિટ ઈન્ડિયા દ્વારા આયોજિત એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. આ અભ્યાસમાં સામેલ 87 ટકા લોકોએ અગાઉ ક્યારેય લોન લીધેલી નથી. પરંતુ તેમની લોન લેવાની ઈચ્છા છે. જેમાં એક વખતમાં મોટી રકમની ચૂકવણીથી દૂર રહેવાનો હેતુ છે. આ સ્ટડીમાં દર્શાવાયેલ સૌથી મોટું કારણ છે. 52 ટકા લોકો એકવારમાં મોટી ચૂકવણીથી દૂર રહેવા માગે છે. ફેમિલી ઓરિએન્ટેશન અને જરૂરિયાતોમાં પટણા(61%)ના લોકોમાં સૌથી વધુ જોવા મળે છે. અમદાવાદ દેશભરમાં મોટી રકમની ચૂકવણી કરવાથી દૂર રહેવામાં (52%) સૌથી ટોચ પર છે. ગુજરાતમાં કુલ 19 લાખ કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ અને 6 લાખ પર્સનલ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...