તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News 500 Cops Arrested For Allegedly Stabbing 39why Eat In Public39 055106

‘જાહેરમાં પડીકી કેમ ખાય છે’ તેવું કહી 500 પડાવનાર નકલી પોલીસ પકડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરિયા પાસે પાન મસાલાની પડીકી ખાતા એક યુવકને પોલીસની ઓળખ આપીને જાહેર રેડ ઉપર પડીકી ખાય છે, તારે દંડ ભરવો પડશે તેમ કહી રૂ.500 નો દંડ લઈને કોઈ ચલાણ ન આપીને ગંદી ગાળો બોલી રિક્ષામાં બેસી ભાગવા જતા યુવકને લોકોએ પકડી પાડ્યો હતો.બાદમાં આ વ્યક્તિ નકલી પોલીસ હોવાનું સામે આવતા તેને પોલીસના હવાલે કરવામા આવ્યો હતો.

મૂળ બિહારમાં અને હાલ નોરલમાં રહેતા નવસાદઆલમ અરમાન મિયાંખાન સિલાઈકામ કરી રાત્રીના સમયે ઘરે પાછા જતા હતા. દરમિયાન રિક્ષાની રાહ જોતા હતા ત્યારે ખિસ્સામાં રહેલી પાનમસાલાની પડીકી ખાઇ રહ્યા હતા. આ સમયેે મોહંમદયાસીન સિરાઝુદ્દીન પઠાણ પાસે આવીનેે પોલીસની ઓળખ આપીને જાહેર રોડ પર પડીકી ખાય છે હવે રૂ.500નો દંડ ભરવો પડશે તેમ જણાવી ભાગવાની કોશિશ કરતો હતો પણ લોકોએ પકડી પાડી તેને પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...