તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News 50 Of Ahmedabad39s Important Manek Bouwar Unknown To Know About The Establishment Of Ahmedabad 025021

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની સ્થાપના પાછળના મહત્વપૂર્ણ માણેક બૂરજથી 50% અમદાવાદીઓ અજાણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

માણેકબૂરજ તો માણેકનાથ બાબાનું પ્રતિક છે. અહીં બાબા રહેતા હતાં. અાવા જવાબો મળ્યા હતાં માણેકબૂરજ ખાતે સ્થાપના દિવસની સવારે સેલિબ્રેશનમાં હાજર રહેલાં શહેરીજનો પાસેથી. 26 ફેબ્રુઅારીને અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે માણેક બૂરજ ખાતે માણેકનાથ બાબાની પેઢીના 13માં મહંત અને ચંદનનાથ અને મેયર બિઝલ પટેલની ઉપસ્થિતીમાં ધજા બદલવાની કામગીરી થઈ હતી. સિટી ભાસ્કરે અહીં અાવેલા 100 જેટલા શહેરીજનોને માણેક બૂરજ વિશે પૂછ્યું તો તેમાંથી અડધો અડધ અેટલે કે 50 ટકા શહેરીજનો માણેક બૂરજ વિશે સવાલ કરાયો તો તેમને અા અંગેની કોઈ જ ખબર નહોતી.

અમદાવાદીઓએ બૂરજ વિષે આ જાણે છે
માણેકબૂરજ તો માણેકનાથ બાબાનું પ્રતિક છે.

માણેકનાથ બાબા અહીં રહેતા હતાં

મ્યુનિસિપલ કોર્પોરેશને માણેકનાથ બાબાની યાદગીરી રૂપે અા સ્થાપત્ય બનાવ્યું છે

અા તો માણેકનાથ બાબાનું જાણીતું સ્થાપત્ય છે.

માણેક બૂરજનું શું મહત્વ છે તેની કોઈ જાણકારી જ નથી
ચંદનનાથ, માણેકનાથ ગાદીનાં 13માં મહંત

 શહેરીજનો પોતાના અમદાવાદ શહેરમાં જે પ્રથમ પાયો નંખાયો હતો તે માણેક બૂરજ વિશે જાણે તે હેતુથી છેલ્લા 9 વર્ષથી અમે અહીં 26 ફેબ્રુઅારીઅે સ્થાપના દિવસ ઉજવીઅે છીઅે. જો કે દુખની વાત છે કે અેક અંદાજ પ્રમાણે અાજે 50 ટકા અમદાવાદીઓ અેવા છે જેમને શહેરના સ્થાપના દિવસે કે માણેક બૂરજનું શું મહત્વ છે તેની કોઈ જાણકારી જ નથી. અહેમદ શાહે આ શહેર વસાવવાનો નિર્ણય કર્યો ત્યારે માણેકનાથ બાબાએ શહેરનો પાયો એલિસબ્રીજના પાસે નાખવો તેમ કહેલું તેમ કહેતા ચંદનનાથે કહ્યું ‘ લોકો અહીંથી પસાર થાય છે પણ આ સ્મારક અંગે બહુ ઓછા જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો