તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક મિનિટમાં 480 લોકો એકસાથે દર્શન કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો સેવા આપશે. આ અંગે ઊંઝા મંદિરના અગ્રણી શૈલેષ પટેલ અને ડીએન ગોલે જણાવ્યું કે, પાંચ દિવસીય મહોત્સવમાં માતાજીનું મંદિર દિવસ દરમિયાન 22 કલાક ખુલ્લું રહેશે.રાત્રે 3.30 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. તે સમય દરમિયાન માતાજીના સ્નાન અને પૂજા અને શણગાર કરાશે. મહત્ત્વની વાત એ છે, કે 18મીથી રોજ મંદિરમાં 1 મિનિટમાં 480 લોકો એક સાથે દર્શન કરશે. માતાજી મંદિરમાં વિવિધ 8 દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે, એક લાઈનમાં એક મિનિટમાં 60 લોકો દર્શનનો લાભ લઈ શકશે. પ્રત્યેક દિવસે 5 લાખ 60 હજાર લોકો દર્શનનો લાભ લેશે.

માતાજીના મંદિરથી આશરે 10 કિમી. સુધી સુરક્ષાના ભાગ રૂપે લોખંડની પાઇપો લગાડાઈ છે. આ પાઇપોમાં આશરે 30 ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. દર્શન માટે તમામ દર્શનાર્થીઓ માટે 12 ચંપલના સ્ટોલ બનાવાશે. મંદિરમાંથી એક સાથે 8 દરવાજાથી 480 લોકો માટે વિશેષ પ્રકારે પગરખાં વ્યવસ્થા કરાઈ છે. દર્શનથી જે દરવાજા મારફતે અંદર ગયો હોય તે દરવાજાના અંતમાં તેના ચંપલ પહોંચાડી દેવાશે. આથી કોઈને અગવડતા ભોગવવી ના પડે. સાથે સાથે મંદિરમાં VIP દરવાજાનું પણ નિર્માણ કરાયું છે, જેમાં દિવ્યાંગો બહેનોને વ્હીલચેર મારફતે અંદર દર્શનનો લાભ મેળવી શકશે. ગુરુવારથી મહાયજ્ઞ માટે લાડુની પ્રસાદની શરૂઆત કરી દેવાઈ છે. અન્નપૂર્ણા કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર, ગુરુવારે 50થી વધુ ચૂલાનું પૂજન કરાયું હતું. રોજ 25 હજાર લાડુ બનાવાશે, જેમાં 500 બહેનો સ્વયંસેવક બહેનો, 105 કારોબારી સભ્યો, સ્વયંસેવકો 3500 સેવા આપશે. આ યજ્ઞની ખાસ વાત એ છે કે યજ્ઞની જ્યોત લાકડાના ઘર્ષણતી પ્રગટાવાશે.

15 હજારથી વધુ ફૂગ્ગામાં બિયારણ ભરી છોડાશે
15 ડિસેમ્બરના રોજ પર્યાવરણની જાગૃતિ માટે એક સાથે 15 હજાર ફુગ્ગામાં બિયારણ ભરીને હવામાં છોડવામાં આવશે. મંદિરના અગ્રણીના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક મહોત્સવમાં અલગ રેકોર્ડ બનવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરેક ફૂગ્ગામાં આશરે 10 ગ્રામ જેટલું બિયારણ ભરવામાં આવશે, અને ત્યારબાદ તેમાં ગેસ ભરીને હવામાં છોડવામાં આવશે. આ ફુગ્ગા મંદિરથી 30 કિમી દૂર ખુલ્લી જગ્યા પર જ્યાં પડશે, ત્યાંથી કોઈના કોઈ વૃક્ષ ઊગી નીકળશે.

રૂ. 200ની હૂંડી લઈ આહૂતિ આપી શકાશે
નાનામાં નાનો માણસ પણ રૂ.200 ની હુંડી લઈ ‘માં નો દીવો’ સ્વરૂપમાં આહૂતિ આપી શકે છે. શાસ્ત્રોમાં યજ્ઞ અને આહુતિનું અનેરૃૂ મહત્વ છે. ભગવાન નારાયણ પોતે જ યશમાં અપાતી આહુતિ સ્વીકારે છે. પરોક્ષ રીતે યજ્ઞોથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે. આવા યજ્ઞો ‘સર્વજન હિતાય- સર્વજન સુખાય’ થતાં હોય છે.

સંકેત ઠાકર | અમદાવાદ

ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો સેવા આપશે. આ અંગે ઊંઝા મંદિરના અગ્રણી શૈલેષ પટેલ અને ડીએન ગોલે જણાવ્યું કે, પાંચ દિવસીય મહોત્સવમાં માતાજીનું મંદિર દિવસ દરમિયાન 22 કલાક ખુલ્લું રહેશે.રાત્રે 3.30 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. તે સમય દરમિયાન માતાજીના સ્નાન અને પૂજા અને શણગાર કરાશે. મહત્ત્વની વાત એ છે, કે 18મીથી રોજ મંદિરમાં 1 મિનિટમાં 480 લોકો એક સાથે દર્શન કરશે. માતાજી મંદિરમાં વિવિધ 8 દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે, એક લાઈનમાં એક મિનિટમાં 60 લોકો દર્શનનો લાભ લઈ શકશે. પ્રત્યેક દિવસે 5 લાખ 60 હજાર લોકો દર્શનનો લાભ લેશે.

માતાજીના મંદિરથી આશરે 10 કિમી. સુધી સુરક્ષાના ભાગ રૂપે લોખંડની પાઇપો લગાડાઈ છે. આ પાઇપોમાં આશરે 30 ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. દર્શન માટે તમામ દર્શનાર્થીઓ માટે 12 ચંપલના સ્ટોલ બનાવાશે. મંદિરમાંથી એક સાથે 8 દરવાજાથી 480 લોકો માટે વિશેષ પ્રકારે પગરખાં વ્યવસ્થા કરાઈ છે. દર્શનથી જે દરવાજા મારફતે અંદર ગયો હોય તે દરવાજાના અંતમાં તેના ચંપલ પહોંચાડી દેવાશે. આથી કોઈને અગવડતા ભોગવવી ના પડે. સાથે સાથે મંદિરમાં VIP દરવાજાનું પણ નિર્માણ કરાયું છે, જેમાં દિવ્યાંગો બહેનોને વ્હીલચેર મારફતે અંદર દર્શનનો લાભ મેળવી શકશે. ગુરુવારથી મહાયજ્ઞ માટે લાડુની પ્રસાદની શરૂઆત કરી દેવાઈ છે. અન્નપૂર્ણા કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર, ગુરુવારે 50થી વધુ ચૂલાનું પૂજન કરાયું હતું. રોજ 25 હજાર લાડુ બનાવાશે, જેમાં 500 બહેનો સ્વયંસેવક બહેનો, 105 કારોબારી સભ્યો, સ્વયંસેવકો 3500 સેવા આપશે. આ યજ્ઞની ખાસ વાત એ છે કે યજ્ઞની જ્યોત લાકડાના ઘર્ષણતી પ્રગટાવાશે.

અન્ય સમાચારો પણ છે...