તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરમતી જેલમાંથી 44 કેદી મુક્ત, મેડિકલ ટેસ્ટ બાદ રાશનકિટ અપાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસના કેસો દિવસ ને દિવસે વધી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી વિવિધ જેલમાં કેદ પાકા કામના 1200 કેદીઓને 2 મહિનાના માટે પેરોલ પર છોડવા આદેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે સોમવારે શહેરની સાબરમતી જેલમાંથી 44 જેટલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ તમામ કેદીઓને ઘરે મોકલતા પહેલા મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. કોઇ કેદીમાં શરદી, ઉધરસ, તાવ કે સંક્રમણના લક્ષણ દેખાતા નથીને તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામને રાશનકિટ આપવામાં આવી હતી. કેદીઓને જેલમાં વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે મુખ્યમંત્રીએ કેદીઓને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. સાબરમતી જેલમાંથી મુક્ત થયેલા કેદીઓમાં હાર્દિક પટેલનો પણ સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...