તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News 39unnecessary Delays In Justice Cause People To Lose Faith In The Justice System39 055528

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ન્યાયમાંં બિનજરૂરી વિલંબથી લોકોનો ન્યાય પ્રણાલીથી વિશ્વાસ ઊઠી જાય છે’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘ભારતમાં ન્યાય આપવામાં થતાં વિલંબને લીધે સમગ્ર ન્યાયપ્રણાલિકાની વિશ્વસનીયતા ખરડાય છે’ તેમ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું હતું. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં જસ્ટિસ ડિલિવર સિસ્ટમ ઇન ઇન્ડિયા વિષય પર યોજાયેલા લેક્ચર પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, ભારતમાં 10 લાખની વસ્તીએ 50થી 55 જજ હોવા જોઇએ તેની જગ્યાએ માત્ર 10 જજની નિમણૂક થાય છે. GNLUમાં યોજાયેલા નવીનચંન્દ્ર દેસાઇ લો ફાઉન્ડેશન દ્વારા જસ્ટિસ ડિલિવર સિસ્ટમ ઇન ઇન્ડિયા વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે માહિતી આપતા જણાવ્યંુ હતંુ કે,ન્યાય આપવામાં બિનજરૂરી થતો વિલંબ એ ન્યાયપ્રણાલી માટે સૌથી મોટો પડકાર છે.

ભારતમાં ન્યાયની પદ્ધતિનું મુખ્ય પાસું એડવર્સિયલ સિસ્ટમ, વિલંબ, પડતર કેસો, નાણાનો વ્યય જેવી લાક્ષણિકતા સાથેની ટેકનિક્લ પ્રકિયાનું છે. ન્યાય આપવામાં થતા વિલંબને લીધે લોકો જાતે વિવાદનું સમાધાન શોધવા અને ગુનાહિત ટોળીમાં ભળી જતા હોય છે અને ટોળા દ્વારા જ ન્યાય આપી દેવામાં આવે છે.

એમ.આર.શાહ

મુદતોને લીધે કેસ વર્ષો સુધી ચાલે છે
જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ જળવાઇ રહે તે જોવાની જવાબદારી ન્યાયતંત્રની છે. ઝડપથી ન્યાય આપવામાં કોઇ નિર્દોષને સજા થઇ જાય તેની કાળજી પણ ન્યાયતંત્રની છે. ઝડપી ટ્રાયલ ચલાવીને સાચા આરોપની ઓળખ કરવી એ મોટી જવાબદારી છે. કોર્ટમાં જસ્ટિસ દ્વારા અપાતી બિનજરૂરી મુદતોને લીધે કેસ વર્ષો ચાલી જતો હોય છે.

ગરીબો માટે ફી વાજબી થવી જોઈએ તેમણે કહ્યું કે, ભારતમાં ગરીબો માટે ઝડપી અને સસ્તો ન્યાય મેળવવાનો રેશિયો ઘણો પાછળ છે. ગરીબો માટે સારા વકીલો વાજબી ફી સાથે ઉપલબ્ધ કરવા જોઇએ, જેથી જસ્ટિસ ડિલિવરમાં પાર્દર્શકતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો